(Source: ECI/ABP News/ABP Majha)
News: ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઇ પટેલ વિરૂદ્ધ ACBમાં અરજી, કોણે કરી ને શું છે મામલો, જાણો
Gujarat State Shaikshik Sangh Pramukh: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર અને શિક્ષકો વચ્ચે પડતર માંગણીઓ અને પ્રશ્નોને લઇને વાટાઘાટો ચાલી રહી છે
Gujarat State Shaikshik Sangh Pramukh: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર અને શિક્ષકો વચ્ચે પડતર માંગણીઓ અને પ્રશ્નોને લઇને વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ કોઇ નક્કર ઉકેલ નથી આવી શક્યો. આ બધાની વચ્ચે હવે 16મી ઓગસ્ટથી ગુજરાતમાં ફરી એકવાર શિક્ષકોનું મહાઆંદોલન શરૂ થવાનું છે. શિક્ષકોનું આંદોલન શરૂ થયા તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઇ પટેલ વિરૂદ્ધ એસીબીમાં અરજી દાખલ થઇ છે. જાણો શું છે મામલો...
મળતી માહિતી પ્રમાણે, ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઇ પટેલ વિરૂદ્ધ ACBમાં અરજી દાખલ કરાઇ છે. ભીખાભાઇ પટેલ વિરૂદ્ધ કેટલાક આરોપ લગાવવામાં આવ્યા છે. દાહોદના બળવંતસિંહ ડાંગરે ભીખાભાઇ પટેલ વિરૂદ્ધ ACBમાં અરજી કરી અને આગળ મોટી કાર્યવાહી કરવાની માંગ કરી છે. બળવંતસિંહએ અરજીમાં આરોપ લગાવ્યો છે કે, ભીખાભાઇ ફરજ પ્રત્યે અનિયમિતતા અને નાણાકીય ઉચાપાત સંડોવાયેલા છે, તેમને વિદ્યાર્થીઓને ભણાવ્યા વિના સરકારી નાંણા લીધા હોવાનું પણ અરજીમાં કહેવામા આવ્યુ છે. ફરિયાદમાં જણાવ્યુ છે કે, ભીખાભાઇ એક સામાન્ય શિક્ષક હોવા છતાં દીકરીના ભવ્ય લગ્ન, પાટણમાં ભવ્ય બંગલો અને લક્ઝરિયસ લાઇફનો પણ ઉલ્લેખ કરાયો છે. સંગઠનમાં જઈ અનેક ખોટા બિલો મૂકીને નાણાની ઉચાપતનો પણ આ અરજીમાં ઉલ્લેખ કરાયો છે.
16મી ઓગસ્ટથી ગુજરાતમાં ફરી શિક્ષકોનું મહાઆંદોલન -
રાજ્યભરમાં ફરી એકવાર શિક્ષકો અને સરકાર વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઇ છે. હાલમાં મળતા રિપોર્ટ મુજબ આગામી દિવસોમાં ફરી એકવાર શૈક્ષિક સંઘ મોટા આંદોલન કરવાના મૂડમાં છે. રાજ્યભરના શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નોને લઇને ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનના પગલે સરકાર તરફથી શિક્ષણ વિભાગના અધિકારી અને શિક્ષકોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક મળી હતી. પરંતુ બેઠકમાં સંતોષકારક નિવારણ અને કોઇ ઉકેલ ના આવતા હવે શૈક્ષિક મહા સંઘે આંદોલન કરવાની ચીમકી આપી છે. આગામી 16મી ઓગસ્ટથી રાજ્યભરમાં ફરી એકવાર શૈક્ષિકે સંઘ મહાઆંદોલનનું કરશે.
સરકાર અને શૈક્ષિક સંઘ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી પડતર માંગણીઓને લઇને ચર્ચાઓ ચાલી રહી છે, અનેકવાર બેઠકો પણ યોજાઇ જોકે કોઇ નક્કર ઉકેલ આવતો નથી. હાલમાં જ સરકાર અને શૈક્ષિક સંઘ વચ્ચે મેગા બેઠક યોજાઇ હતી, તેમાં પણ કોઇ ઉકેલ ના આવતા હવે શૈક્ષિક સંઘે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આગામી 16 ઓગસ્ટે ગુજરાત શૈક્ષિક સંઘનું મહાઆંદોલન યોજાશે. શિક્ષકો માટે OPS સહિતના પ્રશ્નોની માંગ સાથે આ આંદોલન કરવામાં આવશે. આ આંદોલન પાટનગર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં યોજાશે. રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતુ કે, આંદોલન અંગે માહિતી આપી છે કે, મહાઆંદોલનના દિવસે આગામી રણનીતિ ઘડાશે. હવે શૈક્ષિક મહાસંઘ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને આંદોલન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.
જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચેનો તફાવત
જૂની પેન્શન યોજના -
આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળતા પગારનો અડધો ભાગ પેન્શન તરીકે આપવામાં આવે છે.
OPS હેઠળ, પેન્શન માટે કર્મચારીઓના પગારમાંથી કોઈ પૈસા કાપવામાં આવતા નથી.
જૂની પેન્શન યોજના હેઠળ પેમેન્ટ સરકાર પોતાની તિજોરીમાંથી કરે છે.
આ સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી ઉપલબ્ધ છે.
આમાં જનરલ પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ છે
છ મહિના પછી મોંઘવારી ભથ્થું વધારવાની જોગવાઈ છે.
નવી પેન્શન યોજનામાં શું છે ?
કર્મચારીના મૂળ પગારમાંથી 10 ટકા અને ડીએ કાપવામાં આવે છે.
નવી પેન્શન યોજના શેરબજાર પર આધારિત છે, જેના કારણે તે એટલી સલામત નથી.
છ મહિના પછી મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નથી.
નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શનની કોઈ ગેરંટી નથી.
આ પણ કર કપાત હેઠળ આવે છે.
નિવૃત્તિ પછી પેન્શન મેળવવા માટે, તમારે એનપીએસના 40 ટકા વાર્ષિકીમાં રોકાણ કરવું પડશે.
કયા રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ છે
નવી પેન્શન યોજનાના વિરોધમાં દેશના પાંચ રાજ્યોમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જેનો અર્થ એ છે કે આ રાજ્યોના કર્મચારીઓને કોઈપણ કપાત વિના દર મહિને જૂની પેન્શન યોજના હેઠળ પેન્શનનો લાભ મળશે. જૂની પેન્શન યોજના સૌપ્રથમ રાજસ્થાનમાં લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજના છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો
Surat Crime: સુરતમાં એક જ દિવસમાં ત્રણ હત્યા, 24 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા મૃતદેહો