Surat Crime: સુરતમાં એક જ દિવસમાં ત્રણ હત્યા, 24 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા મૃતદેહો
Surat Crime: સુરતમાં હત્યા, ગુનાખોરી અને ચોરી જેવા અપરાધો સતત વધી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે, શહેરમાં એક જ દિવસમાં ત્રણ હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે
Surat Crime: સુરતમાં હત્યા, ગુનાખોરી અને ચોરી જેવા અપરાધો સતત વધી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે, શહેરમાં એક જ દિવસમાં ત્રણ હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ખરેખરમાં, સુરતમાં 24 કલાકમાં એક સાથે હત્યાની ત્રણ ઘટનાઓ ઘટી છે. શહેરના સચિન, પાંડેસર, હજીરામાં ત્રણ લોકોની હત્યા થઇ હોવાનું સામે આવ્યુ છે. ગઇકાલે પોલીસને એક સાથે ત્રણ લોકોના મૃતદેહો મળ્યા છે, સચિન વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, પાંડેસરામાં 24 વર્ષીય એક યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે અને હજીરામાં સાત દિવસથી ગુમ બાળકીને મૃતદેહ મળી આવ્યો છે. આ એક જ દિવસમાં પોલીસને ત્રણ અલગ અલગ સ્થળેથી ત્રણ મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે.
લક્ઝરી બસમાં ચાલતુ હરતું-ફરતું જુગારધામ ઝડપાયુ, LCBએ 9 શકુનીને પકડ્યા, 11 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજ્યમાં એક નવી તરકીબનું જુગારધામ ઝડપાયુ છે. માહિતી પ્રમાણે, પોરબંદરમાં એલસીબીએ એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, ધોરાજીથી પોરબંદર આવતી ખાનગી લક્ઝરીમાં એલસીબીએ બાતમીને આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં પાછળની સીટો કાઢીને મોટાપાયે જુગારધામ ચલાવાઇ રહ્યું હતુ. આ સમગ્ર કૌભાડનો પર્દાફાશ ધોરાજી પોરબંદરની વચ્ચે સોમવારે ભોદ ગામના રૉડ પરથી થયો હતો, અહીં હરતા-ફરતા જુગારની મોજ ખાનગી બસમાં કરાવાઇ રહી હતી.
આ ઘટનામાં ખાનગી લક્ઝરી બસ નંબર GJ-15-Z-8236 માં પાછળની સીટો કાઢીને જુગાર રમાડાઇ રહ્યો હતો, આ જુગાર બસ માલિક ધોરાજીના મોટીમરદ ગામના ભરત ભોપા રકસીય અને અલ્પેશ મગનલાલ વાછાણી છે. બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડતા કુલ 9 આરોપીઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓને ગંજીપતાના પાના નંગ-52 તથા રોકડા 2.14,4૦૦ રૂપિયા, તથા બસની કિંમત 9,૦૦,૦૦૦ રૂપિયા મળી કુલ 11,14,4૦૦ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યા હતા. હાલમાં આ ઘટના અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો
Surat Crime: સુરતમાં એક જ દિવસમાં ત્રણ હત્યા, 24 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા મૃતદેહો