નર્મદા જિલ્લાના ખેડૂતો પર કુદરતનો કેર, મોટાભાગના કેળના વૃક્ષો થયા ધરાશાયી, લાખોના નુકસાનનો અંદાજ
કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે રાજ્યમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. નર્મદા જિલ્લાના અનેક વિસ્તારમાં 500 થી વધુ એકર માં કેળા ,દિવેલા અને શેરડી ના પાકને મોટુ નુકસાન થયું છે.
Narmada News:કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે રાજ્યમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. નર્મદા જિલ્લાના અનેક વિસ્તારમાં 500 થી વધુ એકર માં કેળા ,દિવેલા અને શેરડી ના પાકને મોટુ નુકસાન થયું છે.
કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે રાજ્યમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. નર્મદા જિલ્લાના અનેક વિસ્તારમાં 500 થી વધુ એકર માં કેળા ,દિવેલા અને શેરડી ના પાકને મોટુ નુકસાન થયું છે. કેળાના મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે.
નર્મદા જિલ્લામાંમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. જેના પગલે નર્મદાના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. કેળાના ઝાડ પડી જતાં કેળાના બાગના ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે. હાલમાં થયેલ માવઠાએ નર્મદા જિલ્લાના ખેડૂતો પર કહેર વરસાવ્યો છે.
નાંદોદ તાલુકાના રાજપરા,કાદરોજ,નાવરા નિકોલી જેવા ગામોમાં લગભગ 500 થી વધુ એકર જમીન માં કેળા ના ઉભપાકને વ્યાપક નુકશાન થયું છે. ખેતર માં તો 70 થી 80 ટકા છોડ પવન અને પડેલા વરસાદના કારણે પડી ગયા છે હજુ તો કેળાના છોડ પર લુમની શરૂઆત જ થઈ ત્યાં ઝાડ પડી જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જો કેળાના એક છોડની વાત કરીએ તો લગભગ એક છોડ પાછળ 100 થી 150 રૂપિયાનો ખર્ચ થતો હોય છે ત્યારે આ વિસ્તારના કેટલાય ખેડૂતોના ખેતરમાં છોડ પડી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે ખેડુતો હવે સહાયની માંગણી સરકાર પાસે કરી રહ્યો છે.
ઉપરાંત અહીના ખેડૂતોએ સરકાર પ્રત્યે પણ રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનું એમ પણ કહેવું છે કે, વારંવાર થતો કમોસમી વરસાદ એક બાજુ નુકસાન કરાવે છે તો બીજી તરફ સર્વે બાદ ખાસ કરીને નર્મદાના ખેડૂતો સહાયથી પણ વંચિત રહી જાય છે. આ મદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, જો કે હવે સર્વે થાય અને નુકસાનીનું વળતર મળે ખેડૂતો તેવી આશા સેવી રહ્યાં છે.
Rajkot News: સિવિલ હોસ્પિટલમાં બીમાર દર્દી અને બિસ્માર રસ્તા, છેલ્લા 6 મહિનાથી લોકો પરેશાન
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રસ્તાની હાલત બિસ્માર હોવાથી દર્દીઓ પરેશાન છે. છેલ્લા 6 મહિનાથી સ્થિતિમાં સુધાર ન થતાં દર્દીઓમાં રોષ જોવા મળી રહયો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રસ્તાની હાલત બિસ્માર હોવાથી દર્દીઓ પરેશાન છે. છેલ્લા 6 મહિનાથી સ્થિતિમાં સુધાર ન થતાં દર્દીઓમાં રોષ જોવા મળી રહયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ સૌરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ આવે છે. શારિરીક સમસ્યાથી પરેશાન લોકો જ હોસ્પિટલ આવતા હોય અને હોસ્પિટલના જ રસ્તા જ્યારે બિસ્માર હોય તો દર્દીને કેટલી મુશ્કેલી પડે તે સ્વાભાવિક છે. ખાસ કરીને ઓપરેશન કરેલા દર્દીઓ બિસ્માર રસ્તાથી ખૂબ જ પરેશાન છે. એક વિભાગમાંથી બીજા વિભાગમાં સ્ટ્રેચરમાં લઇ જવાતા દર્દીઓ બિસ્માર રસ્તાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠે છે. છેલ્લા 6 મહિનાથી આ જ સ્થિતિ હોવાથી દર્દીઓ સત્વરે રસ્તાના સુધાર માટે કામ થાય તેવી માંગણી કરી રહ્યાં છે.