Banaskantha : ઠંડીથી ઠુંઠવાઇને યુવકનું મોત થયાની ચર્ચા, બસ સ્ટેન્ડ પરથી મળી લાશ
કાંકરેજના ખોડલા બસ સ્ટેન્ડ પરથી મૃતદેહ મળ્યો છે. અજાણી વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. મૃતકનું રાત્રીના સમયે ઠંડીને કારણે મોત થયા હોવાનું ચર્ચા છે. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી.
![Banaskantha : ઠંડીથી ઠુંઠવાઇને યુવકનું મોત થયાની ચર્ચા, બસ સ્ટેન્ડ પરથી મળી લાશ Banaskantha : A man dead body found from Khodala bus stand of Kankrej Banaskantha : ઠંડીથી ઠુંઠવાઇને યુવકનું મોત થયાની ચર્ચા, બસ સ્ટેન્ડ પરથી મળી લાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/01/bf598aa7e7f75eb78f20d468a56e3126_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બનાસકાંઠાઃ કાંકરેજના ખોડલા બસ સ્ટેન્ડ પરથી મૃતદેહ મળ્યો છે. અજાણી વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. મૃતકનું રાત્રીના સમયે ઠંડીને કારણે મોત થયા હોવાનું ચર્ચા છે. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad : સાણંદ પાસે કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી, પોલીસે હાથ ધરી કાર્યવાહી
અમદાવાદઃ સાણંદના પીંપણ ગામ નજીક કેનાલમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. લાશ મળતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. સાણંદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કેનાલમાંથી લાશ બહાર કાઢી લાશને PM માટે સાણંદ સિવિલ ખસેડાઇ છે.
આજે સવારે કેનાલમાં તરતી લાશ જોઇને ગામલોકોએ પોલીસને જાણ કરી હતી. જેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાશ બહાર કાઢીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. યુવકે જીન્સ પેન્ટ અને જેકેટ પહેરેલું છે. જોકે, હજુ સુધી યુવકની ઓળખ થઈ શકી નથી. પોલીસે તેની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે. લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી છે.
Chhotaudepur : પરણીત યુવતી યુવક સાથે માણતી શરીરસુખ ને પછી તો એક દિવસ......
છોટાઉદેપુર : બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામે મળી આવેલ પરિણીતાની લાશ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકની હત્યા કરી ખેતરમાં દફન કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રેમીએ પરિણીતાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પ્રેમી સાથે લગ્ન કરવાની ના પાડતાં ઉશ્કેરાઈ હત્યા કરી નાંખી હતી. આરોપી પ્રેમી પ્રવીણ તડવીની બોડેલી પોલીસે ધરપકડ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઢેબરપુરાની 18 વર્ષીય યુવતીના હજુ ગયા વર્ષે જ લગ્ન થયા હતા. જોકે, છેલ્લા કેટલાક મહિનાથી મૃતક યુવતી કોઈ કારણ પિયર આવી ગઈ હતી. દરમિયાન યુવતીને ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. ત્યારે 20 દિવસ પહેલા પ્રેમીએ યુવતી પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેને કારણે પ્રેમી પ્રવીણ ઉશ્કેરાઇ ગયો હતો અને તેની હત્યા કરી નાંખી હતી. આ પછી તેની લાશ ત્યાં જ ખેતરમાં દાટી દીધી હતી.
બીજી તરફ પરણીત દીકરી ગુમ થઈ જતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ત્યારે 20 દિવસથી ગુમ પરણીતાની લાશ ઢેબરપૂરા ગામે કપાસના ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવી હતી. પરિણીતાની લાશ મળી હોવાની જાણ થતાં બોડેલી સહિત જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી એફએસએલની મદદ લઈને લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી.
પોલીસે યુવતીની લાશનો કબ્જો મેળવીને તપાસ કરતાં યુવતીનું પ્રેમપ્રકરણ ખૂલ્યું હતું. તેમજ પ્રેમીની પૂછપરછ કરતાં તેણે જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. હાલ, તો પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)