શોધખોળ કરો

Banaskantha: રાત્રે 8 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસીસ નહીં ચલાવી શકે સંચાલકો, જાણો કલેક્ટરે કેમ આપ્યો આદેશ

બનાસકાંઠા: અપહરણ અને હત્યાના વધતા જતા ગુના રોકવા બનાસકાંઠા કલેકટરે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જિલ્લામાં સવારે 7 વાગ્યાં પહેલા અને રાત્રે 8 વાગ્યાં બાદ ટ્યુશન ક્લાસીસ ચાલુ ન રાખવા કલેકટરે આદેશ કર્યા છે.

બનાસકાંઠા: અપહરણ અને હત્યાના વધતા જતા ગુના રોકવા બનાસકાંઠા કલેકટરે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જિલ્લામાં સવારે 7 વાગ્યાં પહેલા અને રાત્રે 8 વાગ્યાં બાદ ટ્યુશન ક્લાસીસ ચાલુ ન રાખવા કલેકટરે આદેશ કર્યા છે. છાત્રોની એકલતાનો લાભ લઈ અપહરણ તેમજ હત્યા જેવા ગુના રોકવા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. 10 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી જાહેરનામાનો અમલ કરવા જિલ્લા કલેકટરે સૂચન કર્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર ટ્યુશન સંચાલક સામે ગુનો નોંધાશે.

જીવલેણ દોરીથી લોકોના જીવ બચાવવા ઓવરબ્રિજ પર તૈનાત થઈ સુરત પોલીસ

Uttarayan Festival 2023: ઉત્તરાયણના તહેવારને લઈને સમગ્ર ગુજરાતમાં પતંગરસીયાઓ હવામાં પતંગના દાવપેંચ લગાવી રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીથી લોકોના જીવ બચાવવા  સુરત પોલીસના જવાનો ઓવરબ્રિજ પર તૈનાત થઈ ગયા છે. સુરત શહેરના તમામ ઓવર બ્રિજ પર પોલીસ તહેનાત કરવામાં આવી છે. આજે ઉત્તરાયણ પર્વને લઇ લોકોના જીવ બચાવવા સુરત પોલીસ રોડ પર ગોઠવાઈ છે. કાતિલ દોરીથી લોકોના જીવ બચાવવા માટે પોલીસ લોકોની સેવામાં હાજર છે. તો બીજી તરફ સુરત શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરને નો-એન્ટ્રી કરવામાં આવી છે. બે દિવસ આજે અને આવતીકાલ માટે સુરત શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પરિપત્ર જાહેર કરાયો છે.

દાન પૂજા અને રંગીન પતંગો સાથે સંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી

મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસથી કમુરતા સમાપ્ત થશે અને લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યોની શરૂઆત થશે. જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે. ત્યારે દિવસનો સમયગાળો ધીમે ધીમે વધે છે. શિયાળો ઓછો થવા લાગે છે અને તાપમાન વધવા લાગે  શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના સમયે કરેલ પવિત્ર નદીઓમાં સ્નાનથી સૂર્ય મંત્ર કે ગાયત્રી મંત્ર જાપથી તેમજ પૂજનથી તથા દાન-પુણ્યથી અનેક પ્રકારના રોગો અને ઋણમાંથી મુક્તિ મળે છે. તેમજ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી આત્મ બળની સાથે શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક બળ મળે છે. સમાજમાં યસ, પ્રતિષ્ઠા, સુખ સમૃદ્ધિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે, માટે જ મકરસંક્રાંતિનો આટલો વિશેષ મહિમા છે. 

ઉત્તરાયણમાં આજે પવનની કેટલી રહેશે ગતિ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તરાયણે સારો પવન રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. આગામી 2 દિવસ ઠંડી વધવાની શક્યતા છે. આવતીકાલે રાજ્યમાં 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ઉત્તરાયણ પર પવન સારો રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડી જામશે. સવારે અને સાંજે તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળશે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે. રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી

વિડિઓઝ

GSSSB Bharti 2025 : ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની કરી જાહેરાત
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
Mehsana news: સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, મહેસાણામાં શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર્યો માર
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી તમારુ નામ ? બસ કરવું પડશે આ કામ, જાણી લો 
SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી તમારુ નામ ? બસ કરવું પડશે આ કામ, જાણી લો 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
Embed widget