Banaskantha: પાલનપુર સિટી ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ 300 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, બાઇક છોડાવવા માંગી હતી લાંચ
ACB Trap: બાઈક ટોઈંગ કરી છોડવા માટે 300ની માંગણી કરી હતી. જેને લઈ હેડ કોન્સ્ટેબલ દિલીપ સોલંકી અને ટોઈંગ રોજમદાર નારણ પરમાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
Banaskantha News: લાંચીયા લોકો સામે એસીબી કડક કામગીરી કરી રહ્યું હોવા છતાં કેટલાક ઇસમો સુધરવાનું નામ નથી લેતા. બનાસકાંઠાના પાલનપુરમાં સિટી ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ 300 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. હેડ કોન્સ્ટેબલ દિલીપ સોલંકીને 300 ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા. બાઈક ટોઈંગ કરી છોડવા માટે 300ની માંગણી કરી હતી. હેડ કોન્સ્ટેબલ દિલીપ સોલંકી અને ટોઈંગ રોજમદાર નારણ પરમાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક લાંચ લેતા છટકામાં સપડાયા હતા
થોડા દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક 10,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના રંગે હાથે ઝડપાયા હતા.જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક રાજેશ દેસાઈને એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવી લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.જિલ્લા કક્ષાની ભરતીમાં આચાર્ય તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ પાસેથી 40 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે, અંતે રૂપિયા 20 હજાર આપવાના નકકી કર્યા હતા. જે પૈકી 10 હજાર આ કામના ફરિયાદીએ પહેલા આપી દીધા હતા. જેના પગલે બાકીના 10,000 રૂપિયા માટે ફરિયાદી પાસે માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી 10 હજાર આપવા માંગતા નહોતા. પરિણામે ફરિયાદીએ પાટણ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરીયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવી બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક રાજેશ દેસાઈ રૂપિયા 10 હજાર લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
વલસાડના ચીફ ટીકીટ ઈન્સ્પેકટર વિજયભાઈ પટેલ લાંચ લેતા ઝડપાયા
રવિવારે એલસીબીએ વલસાડના ચીફ ટીકીટ ઈન્સ્પેકટર વિજયભાઈ પટેલને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. 1500ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા. વિજયભાઈ ટીકીટ વગરના મુસાફરો પાસેથી મુસાફરી કરવા દેવા 200 થી 2000 સુધીની લાંચ લેતો હતો. ગાંધીનગર એ.સી.બી. ને માહિતી મળી હતી કે, અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતેથી આવતી જતી ટ્રેનમાં ટ્રેનના ટીકીટ ચેકરો દ્વારા ટીકીટ ન લીધેલ મુસાફરો પાસેથી મુસાફરી કરવા દેવાની અવેજ પેટે રૂ. 200 થી રૂ. 2000 સુધીની લાંચ લેવામાં આવે છે. જે આધારે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડથી વડનગર જતી ટ્રેનમાં અમદાવાદથી મહેસાણા સુધી વગર ટીકીટે મુસાફરી કરવા દેવાના અવેજ પેટે રૂ.1500 ની માગણી કરીને સ્વિકારતા પકડાયા હતા. આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.