Banaskantha: દારૂના નશામા ધૂત શિક્ષક ભણાવી રહ્યો છે વિદ્યાર્થીઓને, વીડિયો વાયરલ થતા સસ્પેન્ડ કરવાની માંગ
બનાસકાંઠામા નશાની હાલતમા વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે
બનાસકાંઠામા નશાની હાલતમા વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના દાંતા તાલુકાના જોધસર ગામની પ્રાથમિક શાળામાં નશામાં ધૂત શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં પીધેલી હાલતમાં એક શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે.
જ્યારે વીડિયો ઉતારનાર વ્યક્તિ શિક્ષકને પૂછે છે કે ભણાવવાનું કે ખાલી દારુ જ પીવાનો છે. તો જવાબ આપતા શિક્ષક કહી રહ્યો છે કે દારુ પીવાનો. દાંતા તાલુકાના જોધસર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકનો દારુ પીધેલી હાલતનો વીડિયો વાયરલ થયો છે. નશામાં ધૂત થઈને આ શિક્ષક શાળામાં બાળકોને ભણાવવા આવે છે
CORONA VIRUS: ચીનથી ભાવનગર આવેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની 2 વર્ષની દીકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ચીનથી ભાવનગર આવેલા યુવકનો રિપોર્ટ આવ્યા બાદ હવે તેની 2 વર્ષની પુત્રીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 2 દિવસ પહેલા ચીનથી આવેલા 37 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ પુત્રીને પણ કોરોના પોઝિટિવ આવતા અરેરાટી મચી ગઈ છે. રેપીડ ટેસ્ટ બાદ RTPCR રિપોર્ટ પણ આવ્યા બંનેના પોઝિટિવ આવ્યા. હાલ યુવક અને તેમની પુત્રીના સેમ્પલ લઈ ગાંધીનગર ખાતે તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ચીનથી પરત આવેલા યુવાન અને તેની પુત્રીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દોડતું થયું છે
ચીનમાં કોરોનાના વધતા જતાં કેસે સમગ્ર દુનિયામાં ફરી એકવાર દહેશત ઉભી કરી છે. ચીનમાં ઓમિક્રોના બીએફ.7 વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં નવા વેરિયન્ટના 2 કેસ નોંધાયો છે. ગુજરાતમાં પણ એક બાદ એક નવા કોરોનાના વેરિયન્ટના કેસ નોંધાઇ રહ્યાં છે. ઓમિક્રોનના સબ વેરિયન્ટ બીએફ.7એ ચીન, જાપાન, અમેરિકા સહિતના દેશોમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ આ વેરિયન્ટના 2 કેસની પુષ્ટી થઇ છે. પહેલો કેસ વડોદરા, બીજો કેસ અમદાવાદમાં નોંધાયો છે. ભાવનગર શહેરમાં ચીન થ આવેલા એક શખ્સને કોરોના પોઝિટિવ આવતા તંત્ર લાગ્યું કામે છે. ચીન આવેલા વ્યક્તિનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા યુવકને હોમ આઇસોલેશન કરવામાં આવ્યો છે, યુવકનાં પોઝિટિવ લક્ષણો જણાવતા BF.7 ની જિનોમ સિકવન્સ માટે રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનનિય છે કે. બે દિવસ પૂર્વે 34 વર્ષીય એક યુવાન ચીન થી ભાવનગર આવ્યો હતો.
કોરોનાની આશંકા વચ્ચે રાજ્યની હોસ્પિટલો સજ્જ
ચીન સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કહેરના કારણે ગુજરાત સરકાર પણ સક્રીય બની છે. કોરોના સંક્રમણની આશંકા વચ્ચે રાજ્યની હોસ્પિટલો સજ્જ થઈ રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યારથી જ કોવિડ વૉર્ડ કાર્યરત કરી દેવાયો છે. હાલ પ્રાથમિક તબક્કામાં 56 બેડનો કૉવિડ વૉર્ડ તૈયાર કરાયો છે. જે પૈકી શંકાસ્પદ અને પોઝિટિવ દર્દી માટે 20-20 બેડ જ્યારે 16 ICU બેડ કાર્યરત કરાયા છે. હાલ કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે. જોકે સાવચેતીના ભાગરૂપે પ્રશાસને કોવિડ વૉર્ડ ઉપરાંત જરૂરી દવાઓનો સ્ટોક કરી લેવાયો છે. તો હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ કરી દેવાયા છે