Narmada Dam: નર્મદા ડેમમાં પાણીની આવક વધી, બનાસકાંઠાની મેઇન કેનાલમાં પાણી છોડાતા આજુબાજુના ગામોને કરાયા એલર્ટ
Sardar Sarovar Dam: રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મોટાભાગના તમામ ડેમો અને જળાશયો ઓવરફ્લો થઇ રહ્યાં છે
Sardar Sarovar Dam: રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મોટાભાગના તમામ ડેમો અને જળાશયો ઓવરફ્લો થઇ રહ્યાં છે. હાલમાં લેટેસ્ટ અપડેટ પ્રમાણે, રાજ્યનો સૌથી મોટો નર્મદા સરદાર સરોવર ડેમ પણ હવે ઓવરફ્લો થયો છે, હાલમાં નર્મદાની જળસપાટી ઉચ્ચ સ્તર પર છે જેના કારણે પાણી અન્ય કેનાલોમાં છોડવામાં આવી રહ્યું છે. આજે બનાસકાંઠાની નર્મદા મેઈન કેનાલમાં પાણી છોડાતા તંત્ર દ્વારા આજુબાજુના ગામોમાં એલર્ટ જાહેર કર્યુ છે.
સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં બનાસકાંઠાના કેટલાક ગામોમાં પાણીને પહોંચાડવામાં આવી રહ્યું છે. આજે બનાસકાંઠા જિલ્લામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપથી 311 ક્યૂસેક પાણી છોડાયુ છે, જેના કારણે કાંકરેજના કેટલાક ગામો એલર્ટ કરાયા છે. અચાનક મોટા પ્રમાણમાં પાણી છોડાતા નદી કાંઠા વિસ્તારમાં આવેલા કાંકરેજના ટોટાણા, સિયા, શુદ્રોસણ, સોહનપુરા અને ભદ્રેવાડી ગામોને એલર્ટ કરાયા છે. સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ સમયે પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને પણ ખાસ સૂચના અપાઇ છે. કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને એલર્ટ આપ્યુ છે.
આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબગાજવીજ સાથે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ (rain)વરસી શકે છે. આજે કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. નોંધનિય છે કે, હાલ રાજસ્થાન પર એક વરસાદી સિસ્ટમ એક્ટિવ છે તો બીજી તરફ આગામી દિવસોમાં બંગાળીની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તેવી સંભાવના છે. હાલની સ્થિતિને જોતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની (rain) શક્યતા છે. ચાલુ ચોમાસે ગુજરાતના ડેમની જળસપાટીની વાત કરીએ તો દર કલાકે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં બેથી ત્રણ સેન્ટીમીટરનો વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને 135.88 મીટર પર પહોંચી છે. ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ મોડ પર છે.
આ પણ વાંચો
ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકારની એડવાઇઝરી, કુદરતી આફતો અને દુર્ઘટનાઓના દ્રશ્યો પર સમય અને તારીખ લખો