શોધખોળ કરો
Advertisement
કોરોનાની તપાસ માટે સરકારે વધારી લેબની સંખ્યા, હવે 116 જગ્યાએ થઈ શકશે ટેસ્ટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, ICMR દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશ મુજબ NABL માન્યતા પ્રાપ્ત તમામ ખાનગી લેબોરેટ્રીઝમાં કોરોના વાયરસનો ટેસ્ટ થઈ શકશે.
નવી દિલ્હીઃ મહામારી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા રોજબરોજ વધી રહી છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 390ને પાર કરી ગઈ છે અને 7 લોકોના મોત થયા છે. કોરોનાના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખી સરકાર અનેક પગલા ભરી રહી છે. હવે કોરોનાની તપાસ કરતી લેબની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત 10થી વધારે રાજ્યોમાં લોકડાઉનની જાહેરાત કરાઈ છે.
કોરોનાના દર્દીઓની તપાસ માટે 27 નવી લેબ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 89 લેબમાં તપાસ થઈ રહી હતી, જેની સંખ્યા વધીને હવે 116 થઈ જશે. આ ઉપરાંત 6 પ્રાઇવેટ ક્લિનિકને પણ ટેસ્ટની મંજૂરી આપવામાં આવી છે.
- ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ થશે ટેસ્ટ
- બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ
- મેડિકલ કોલેજ, સુરત
- એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જામનગર
- મેડિકલ કોલેજ, ભાવનગર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement