શોધખોળ કરો

Gujarat Rain: ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું?

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ભાવનગર,જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર:  હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ભાવનગર,જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે.  છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી છે.  ગુજરાત રિજીયનના સૌરાષ્ટ્ર અને કચ્છમા એક દિવસ માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે. 

Gujarat Rain: ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું?

અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉપરાંત આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 15, 16 અને 17 તારીખે ભારે વરસાદ અને 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે

18 જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં બે વરસાદી સિસ્ટમ થતા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજયમાં કેટલા જળશયો 100 ટકા ભરાયા ?

રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘમહેર થતા અનેક જળાશયોમાં નવા નીર આવતા પાણીના જથ્થાના સંગ્રહમાં વધારો થયો છે. રાજ્યમાં જળ સંપતિ વિભાગના અહેવાલ અનુસાર કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 50.37 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ સિવાય ગુજરાતના 31 જળાશયો 100 ટકા છલકાયાં છે. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ- જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 61.35 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.  ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર આવ્યા છે ત્યારે 44 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયો 50 ટકા સુધી પાણી ભરાયા છે. આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 58.48 ટકા પાણીનો જથ્થો છે જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયો 33.54 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 37.09 ટકા, કચ્છના 20 જળાશયો 64.05 ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયોમાં 61.08 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યમાં 31 જળાશયો 100 ટકા છલકાયા છે.               

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial  

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

વિડિઓઝ

CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બહેનોને આપી નવરાત્રિની ભેટ
Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Embed widget