ચૂંટણીમાં ભાજપ નેતા મનસુખ વસાવાને કોણ પાડવાની વાતો કરી રહ્યું છે, તેમણે પોતે જ કર્યો ખુલાસો
જેમ જેમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના વિવિધ નિવેદનો સામે આવી રહ્યા છે. તેઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. હાલમાં ભાજપના નેતા મનસુખ વસાવાનો એક વીડિયોવાઈરલ થઈ રહ્યો છે.
નર્મદા: જેમ જેમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના વિવિધ નિવેદનો સામે આવી રહ્યા છે. તેઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. હાલમાં ભાજપના નેતા મનસુખ વસાવાનો એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે નેતાઓની કાર્યશૈલીથી માંડીને પોતે રાજકારણમાં કેમ છે તે અંગે વાત કરતા જોવા મળે છે. હકિકતમાં સાંસદ મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં ફોરેસ્ટના વોચમેનો ને કહ્યું કે હું રાજનીતિમાં છું તો માત્ર વોટ મેળવવા માટે નહીં સમાજ જીવનમાં કામો કરવા માટે છું.
તેમણે આગળ કહ્યું કે, વોચમેનો કહે છે કે ચૂંટણીમાં મનસુખભાઇને પાડી દઈશું જેના જવાબમાં મનસુખભાઇએ કહ્યું કે, પાડી દેજો ભાઈ હું રાજનીતિમાં 1995થી છું, 1995થી સતત જીતતો આવ્યો છું, કેન્દ્રમાં પણ મંત્રી હતો અને રાજ્યમાં પણ મંત્રી હતો. મને મંત્રીપદની કોઈ ઈચ્છા નથી, હું લોકોનું કેમ ભલુ થાય તે માટે કામ કરુ છું. હું પ્રજા માટે લડું છું, પ્રજાની શુખાકારી માટે લડું છું. હું સાંસદસભ્ય તરીકે માનવજાતિના કલ્યાણ માટે કાર્ય કરું છું. તમે સાચા હશો તો ભાગવાન તમારી મદદ કરશે પાડવાવાળા તો ઘણા જતા રહ્યા.
ભાજપના કેટલાય પૂર્વ મંત્રીઓ ટિકિટ અને બેઠક બચાવવા કસરત કરે છે
રાજસ્થાનના MLA સંયમ લોઢાના કોંગ્રેસ તૂટવાના સંકેત પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા અને લાખા ભરવાડે કોંગ્રેસ અકબંધ હોવાનો દાવો કર્યો છે. લોઢાને માહિતી મળી હશે તે મુજબ તેમણે ટ્વીટ કર્યું હશે, તેમ ભરવાડે જણાવ્યું હતું. તેમમે કહ્યું કે, અમારા તમામ ધારાસભ્યો અકબંધ છે, હાલ કોંગ્રેસ કોઈ રીતે તૂટે તેવું લાગતું નથી.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમારન ખેડાવાલાએ કહ્યું કે, કોંગ્રેસમાંથી કોઈ હવે ભાજપમાં જશે નહિ, અગાઉ ગયેલા અમારી બાજુ આંટાફેરા કરી રહ્યા છે. ભાજપના કેટલાય પૂર્વ મંત્રીઓ તેમની ટિકિટ અને બેઠક બચાવવા કસરત કરે છે. સી આર પાટિલ ભાજપના મોટા ગજાના નેતાઓની ટીકીટ કાપી રહ્યા છે. લોઢાએ ટ્વીટ કર્યું છે તે તેમની માહિતી પ્રમાણે હશે, મને વિશ્વાસ છે અમારા ધારાસભ્યો અકબંધ છે.
ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્ય સામે ચૂંટણી અધિકારીએ નોંધાવી ફરિયાદ? જાણો શું થઈ ફરિયાદ?
ધાનેરાઃ બનાસકાંઠામાં ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્ય નથાભાઈ પટેલ સામે ફરિયાદ થઈ છે. ચૂંટણી અધિકારી એફ.એમ. બાબીએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં નથાભાઈ પટેલ દ્વારા ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરવામાં આવેલ સોગંધનામામાં ખોટી હકીકતો દર્શાવી ખોટું સોગંધનામું રજૂ કરતા ફરિયાદ નોંધાઈ. ધાનેરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.