શોધખોળ કરો
વાપી નગરપાલિકામાં ભગવો લહેરાયો, 44માંથી 42 બેઠકો પર ભાજપનો કબજો

વાપીઃ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં આજે મતગણતરી હાથ ધરાતા ભાજપનો હાથ ઉપર રહ્યો છે. આજે વાપી નગરપાલિકાની 44 બેઠકો પર યોજાયેલી ચુંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપે 44 બેઠકમાંથી 42 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસે માત્ર 2 બેઠકો મેળવી છે. ગત નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસે 10 બેઠકો મેળવી હતી. આમ, કોંગ્રેસને વાપીમાં પોતાની આઠ બેઠકો ખોવાનો વારો આવ્યો છે. અન્ય ચુંટણી પરિણામોની વાત કરીએ કનકપુર-કસાડ નગરપાલિકામાં 27 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ગોંડલ તાલુકા પંચાયતની વાત કરીએ તો 22 બેઠકોમાંથી 18 બેઠકો પર ભાજપનો, જ્યારે ચાર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. બાવળા નગરપાલિકાની તમામ 4 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.
વધુ વાંચો





















