ANAND : બોરસદમાં આભ ફાટ્યું, અતિભારે વરસાદથી છાતીસમા પાણી ભરાયા, જુઓ Video
Borsad News : બોરસદ શહેરમાં 11 ઇચ જેટલો વરસાદ ખાબક્યો છે. માત્ર 4થી 5 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ પડતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
![ANAND : બોરસદમાં આભ ફાટ્યું, અતિભારે વરસાદથી છાતીસમા પાણી ભરાયા, જુઓ Video Borsad News 11 inches of heavy rain flooded everywhere In Borsad of Anand district ANAND : બોરસદમાં આભ ફાટ્યું, અતિભારે વરસાદથી છાતીસમા પાણી ભરાયા, જુઓ Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/caefaedc638f81e594b73e97f14316c8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Anand : આણંદના બોરસદમાં આભ ફાટ્યું છે. બોરસદ શહેરમાં 11 ઇચ જેટલો વરસાદ ખાબક્યો છે. માત્ર 4થી 5 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ પડતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. મધ રાત્રિથી વહેલી સવાર દરમિયાન આકાશમાંથી આફત વરસી હતી. બારે વરસાદને પગલે બોરસદ શહેરનું વન તળાવ ઓવરફલો થયું હતું. તળાવ ઓવર ફ્લો થતાં અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા 300થી વધારે લોકોનું સ્થળાંતર કરાયું છે. 11 જેટલા પશુ અને એક વ્યક્તિનું મૃત્યુ થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. બોરસદમાં અતિભારે વરસાદથી છાતીસમા પાણી ભરાયા, જુઓ આ Video
સુરતમાં વહેલી સવારથી વરસાદ
સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨ કલાકથી ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુખ્ય બજારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડયો છે. 24 કલાકમાં વરસ્યો 8 ઇંચ વરસાદ નોંધાયો છે. નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. જેથી ગઈકાલથી વાહનની અવરજવર માટે રોડ બંધ કરાયો છે.
સુરત જિલ્લામાં ગઈકાલથી વરસતા ભારે વરસાદને લઈ નદી નાળા છલકાયા છે. માંડવીના મુઝલાવથી બોધાનને જોડતો વાવીયા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. દર વર્ષે થોડા વરસાદમાં જ આ પુલિયુ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ અંગે ગ્રામજનો અનેકવાર રજુઆત કરી ચુક્યા છે. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી.
નવસારીમાં ગત રાતથી જ વરસાદી માહોલ
નવસારી જિલ્લાઓમાં રાત્રી સમયે વરસાદી માહોલ છવાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મોડી રાત્રે નવસારી શહેરમાં ૧ ઇંચ વરસદા નોંધાયો છે. સાથે જ જલાલપોર દોઢ ઇંચ અને ચીખલીમાં 15, mm વરસાદ પડ્યો છે.
વડોદરાના વાઘોડિયામાં વરસાદ
વડોદરાના વાઘોડિયા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ પુન: પધરામણી કરી છે. ગાજવીજ અને તોફાની પવન સાથે વહેલી સવારથી મેઘ મહેર જોવા મળી રહી છે. વહેલી સવારે બે કલાક સારો વરસાદ વરસતા વાઘોડિયાના રોડ, રસ્તા, શેરીઓ અને બજારો પાણી પાણી થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા છે. છેલ્લા કેટલાક સમયથી વાધોડિયામા ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહો જોતા હતા. વાઘોડિા પંથકમાં મેઘરાજા મનમૂકીને વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)