શોધખોળ કરો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણી મોકૂફ, કઈ-કઈ બેઠકો પર હતી પેટાચૂંટણી? જાણો
કોરોના વાયરસને કારણે ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રકારની સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના પગલે સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણી પણ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં સહિત દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસને કારણે ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રકારની સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. શાળા-કોલેજમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, કોરોના વાયરસના પગલે સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણી પણ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે 13 તાલુકા પંચાયતોની 17 બેઠકો અને 13 નગરપાલિકાઓની 29 બેઠકોની પેટાચૂંટણી મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત કરી છે. આ પેટાચૂંટણી માટે 22 માર્ચના રોજ મતદાન અને 24 માર્ચે મતગણતરી યોજાવાના હતા. મહત્વની વાત છે કે, આગામી રવિવારે ગૌણ સેવા દ્વારા એડિશનલ આસિસ્ટંટ એન્જિનિયર- સિવલ અને ઈલેક્ટ્રિકલ સંવર્ગની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. આ પરીક્ષાઓ માટેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
વધુ વાંચો





















