કેંદ્રીય સ્વાસ્થ્ય વિભાગે કહ્યું, ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું
ગુજરાતમાં રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે..આ વાત ખુદ આરોગ્ય વિભાગે સ્વીકારી છે..કેંદ્રીય આરોગ્ય વિભાગે દાવો કર્યો કે, ગુજરાતમાં કોરોનાનો પોઝિટિવીટી રેટ 0.19 ટકાથી વધીને 0.54 ટકા પહોંચ્યો છે.
![કેંદ્રીય સ્વાસ્થ્ય વિભાગે કહ્યું, ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું Central health department says corona infection has increased in Gujarat કેંદ્રીય સ્વાસ્થ્ય વિભાગે કહ્યું, ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/20/178b8a9f910e16dacd0ed773c4bc9de7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગુજરાતમાં રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે..આ વાત ખુદ આરોગ્ય વિભાગે સ્વીકારી છે..કેંદ્રીય આરોગ્ય વિભાગે દાવો કર્યો કે, ગુજરાતમાં કોરોનાનો પોઝિટિવીટી રેટ 0.19 ટકાથી વધીને 0.54 ટકા પહોંચ્યો છે. રાજ્યમાં એક અઠવાડિયામાં જ કોરોના સંક્રમણ સાડા ત્રણ ગણુ વધી ગયું છે..અગાઉ અઠવાડિયામાં 495 કેસ આવતા હતા..તે આજે વધીને એક હજાર 711 થયા છે..આમ રાજ્ય માટે કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે.
ગયા અઠવાડિયે ભારતમાં દરરોજ સરેરાશ 8,000 થી વધુ કેસ નોંધાયા હતા. એકંદરે, કોરોના પોઝીટીવીટી દર 0.92 ટકા છે. 26 ડિસેમ્બરથી દેશમાં દરરોજ 10,000 કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, મિઝોરમના 6 જિલ્લા, અરુણાચલ પ્રદેશનો એક જિલ્લો, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત 8 જિલ્લાઓમાં 10 ટકાથી વધુનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ નોંધવામાં આવી રહ્યો છે. 14 જિલ્લામાં સાપ્તાહિક કેસ પોઝિટિવિટી દર 5-10 ટકાની વચ્ચે છે.
લવ અગ્રવાલે કહ્યું, ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 961 કેસ છે, જેમાંથી 320 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. તેમણે કહ્યું કે ભારતમાં લગભગ 90 ટકા પુખ્ત વસ્તીને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું સરકાર 10 જાન્યુઆરીથી શરૂ થતા પ્રીકોશનરી ડોઝ લેવા માટે એસએમએસ મોકલીને વૃદ્ધોને યાદ અપાશે.
મૃત્યુની તીવ્રતા ઘટાડવા માટે પ્રીકોશનરી ડોઝ
ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે તમામ રસી ભલે તે ભારત, ઈઝરાયેલ, અમેરિકા, યુરોપ, બ્રિટન કે ચીનની હોય. તેમનું કાર્ય મુખ્યત્વે બીમારીને મોડિફાઈ કરવાનું છે. તે ચેપ અટકાવતા નથી. પ્રીકોશનરી ડોઝ મુખ્યત્વે ચેપ, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુની તીવ્રતા ઘટાડવા માટે છે. તેમણે કહ્યું કે, રસીકરણ પહેલા અને પછી માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે અને સામૂહિક મેળાવડા ટાળવા જોઈએ. કોરોના વાયરસના અગાઉના અને હાલમાં ફેલાતા પ્રકારો માટે સમાન છે. હોમ આઇસોલેશન એ એક મહત્વપૂર્ણ સ્તંભ બન્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)