Gujarat Politics: નારાજ મુમતાઝ પટેલ વિશે, AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?
ગુજરાત લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંઘન જાહેર કરતા ભરૂચની કોંગ્રેસની બેઠક આમ આદમી પાર્ટીને ફાળે જતાં મુમતાઝ પટેલ નારાજ થયા છે. આ મુદ્દે ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે.
Gujarat Politics:લાંબા સમયથી ચાલી રહેલી અવઢવ બાદ બાદ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે 2024ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધન થઈ ચૂક્યું છે. ત્યારે ભરૂચ બેઠક ચૈતર વસાવાને કારણે પહેલેથી જ ચર્ચામાં હતી એવામાં હવે ગઠબંધન થતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતા ગઠબંધન કરતા 2 સીટ આમ આદમીને ફાળવી છે. જેમાં ભાવનગર અને ભરૂચનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, કૉંગ્રેસ તરફથી આ બેઠક પર પહેલેથી જ પોતાનો દાવો કરી રહેલા કૉંગ્રેસના દિગ્ગજ દિવંગત નેતા અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલ આ નિર્ણયથી નારાજ છે. ત્યારે હવે તેમને મનાનવવાના પ્રયાસો થઇ રહ્યાં છે.
આ સમગ્ર પરિસ્થિતિની વચ્ચે ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સમક્ષ રૂબરૂ થતાં તેમણે જણાવ્યું છે કે, ગઠબંધન બાદ દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ નારાજ છે. તેમની નારાજગી દૂર કરવા માટે બેઠક કરીશું અને વાતચીત કરીને મુમતાઝની નારાજગી દૂર કરીશું.
ઉલ્લખનિય છે કે, આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા દરમિયાન ચૈતર વસાવાને ફુલહાર પહેરાવની આવકાર આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ પર સમજૂતી થઈ છે. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પાંચ રાજ્યો માટે સીટ વિતરણની જાહેરાત કરવામાં આવી છે. AAP અને કોંગ્રેસ વચ્ચે દિલ્હી, હરિયાણા, ગોવા, ગુજરાત અને ચંદીગઢની બેઠકોને લઈને પરસ્પર સમજૂતી થઈ છે.
કોણ ક્યાથી લડશે ચૂંટણી
આપને જણાવી દઈએ કે, દિલ્હીની સાત લોકસભા સીટોમાંથી આમ આદમી પાર્ટી ચાર સીટો પર ચૂંટણી લડશે અને ત્રણ સીટો પર કોંગ્રેસના ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે.
દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો
AAP દિલ્હીમાં ચાર સીટો પર ચૂંટણી લડશે
- નવી દિલ્હી
- પશ્ચિમ દિલ્હી
- દક્ષિણ દિલ્હી
- પૂર્વ દિલ્હી
કોંગ્રેસ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે
- ચાંદની ચોક
- ઉત્તર પૂર્વ
- ઉત્તર પશ્ચિમ
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે
કોંગ્રેસ- 24
AAP- 2 (ભરૂચ અને ભાવનગર)
હરિયાણામાં લોકસભાની 10 બેઠકો
કોંગ્રેસ 9 બેઠકો પર ચૂંટણી લડશે
AAP એક બેઠક (કુરુક્ષેત્ર) પર ચૂંટણી લડશે
આ નિર્ણય ચંદીગઢ અને ગોવાની સીટો પર લેવામાં આવ્યો છે.કોંગ્રેસના ઉમેદવાર ચંડીગઢમાં ચૂંટણી લડશે.કોંગ્રેસ ગોવામાં બંને સીટો પર ચૂંટણી લડશે.