સુરેન્દ્રનગરના સુદામડા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 3થી વધુ લોકોને પહોંચી ઈજા
સુરેન્દ્રનગરના સાયલાના સુદામડા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. બે સમાજના લોકો વચ્ચેની અથડામણમાં કુલ 3થી વધુને ઇજા પહોંચી છે.
સુરેન્દ્રનગરના સાયલાના સુદામડા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. બે સમાજના લોકો વચ્ચેની અથડામણમાં કુલ 3થી વધુને ઇજા પહોંચી છે. જૂથ અથડામણમાં 2થી 3 રાઉન્ડ ફાયરિંગ થયાની પણ ચર્ચા છે. અથડામણની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તંગદીલી ભર્યો માહોલમાં પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. અથડામણમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાના પગલે સુદામડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામમાં અંગત અદાવતમાં બે જૂથ આમને સામને આવી જતા સામસામે હવામાં ફાયરીંગ કર્યા હતા અને ઘરમાં ભરેલી કડબને આગ ચાંપી દીધી હતી. અથડામણમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાના પગલે સુદામડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગામમાં પહોંચ્યા છે. સુદામડા ગામે ગભરુભાઈ સગરામભાઇ મોગલ તથા દેવાયતભાઈ નાગભાઇ ખવડને એકબીજાના ભરડિયા તથા ખાણના રસ્તા બાબતે બોલાચાલી થતાં થયેલા સામાન્ય ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને જૂથ વચ્ચે સામસામે ફાયરીંગ કરતા મામલો તંગ બન્યો હતો.
બનાસડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય
એશિયાની સૌથી મોટી બનાસડેરીએ પશુપાલકો માટે મોટો નિર્ણય લીધો છે. પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય લેતા બનાસડેરીએ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કર્યો છે. બનાસડેરીએ છેલ્લા 3 મહિનામાં ત્રીજીવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. 3 મહિનામાં બનાસડેરીએ પ્રતિકીલો ફેટે 50 રૂપિયા જેટલો વધારો કર્યો છે. બનાસડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાનો લાભ ડેરી સાથે સંકળાયેલા 4 લાખ જેટલા પશુપાલકોને થશે. ઘાસચારા સહિત ખેત પેદાશોમાં ભાવ વધતા પશુપાલકોને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે બનાસડેરીએ ગયા મહિને જ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.10નો વધારો કર્યો હતો.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી માટી બચાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આ અભિયાન શરૂ કરનાર ઈશા ફાઉન્ડેશનના આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવે સેવ સોઈલનું ટેગ પહેરાવી આ જાહેરાત કરી હતી.
એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક બનાસ ડેરીએ હવે દક્ષિણ ભારતમાં પણ તેની પહોંચ મજબૂત કરવાનું શરૂ કર્યું છે. ડેરીએ આંધ્રપ્રદેશમાં ચિલિંગ સેન્ટર શરૂ કર્યું છે અને તેની સાથે તે રાજ્યના 6 જિલ્લામાં પહોંચશે. ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીની આ વધુ એક મોટી સિદ્ધિ ગણાય છે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ ગુજરાતની બાગડોર સંભાળી ત્યારથી ડેરીનો ઘણો વિકાસ થયો છે.