શોધખોળ કરો

Banaskantha: દિવના દરિયામાં ડૂબી જવાથી 10મા ધોરણના વિદ્યાર્થીનું મોત, સ્કુલનો પ્રવાસ છેલ્લો પ્રવાસ બન્યો

બનાસકાંઠા: લાખણીના જસરાની શાળાનો વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે.  દિવ ફરવા ગયેલો વિદ્યાર્થી નાગવા બીચ દરિયામાં ડૂબી ગયો હતો. અદ્વૈત વિદ્યામંદિર સ્કૂલના વિધાર્થીઓ જસરાથી દિવ પ્રવાસે ગયા હતા.

બનાસકાંઠા: લાખણીના જસરાની શાળાનો વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે.  દિવ ફરવા ગયેલો વિદ્યાર્થી નાગવા બીચ દરિયામાં ડૂબી ગયો હતો. અદ્વૈત વિદ્યામંદિર સ્કૂલના વિધાર્થીઓ જસરાથી દિવ પ્રવાસે ગયા હતા. 10માં ધોરણમાં અભ્યાસ કરતા ગર્વ ત્રિવેદીનું ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અચાનક દરિયામાં ડૂબી જતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. હાલમાં વિદ્યાર્થીના મૃતદેહને વતન લાવવામાં આવ્યો છે. વિદ્યાથીનો દરિયામાં મોત પહેલાનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજતા અન્ય વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો

ભાવનગર  શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરને કારણે વડવા ખડીયા કુવા પાસે આધેડનું મોત નીપજ્યું છે. ભાવનગરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા  પરેશ નારણભાઇ વાઘેલા નામના આધેડનું આજે મોત નિપજ્યું છે. પોતાના ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવતા સમયે રખડતા ઢોરે  તેમને અડફેટે લીધા હતા. મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં અનેક લોકોના રખડતા ઢોરને કારણે મોત થયા છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારનો ઉધડો લીધો હતો. તેમ છતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

અમદાવાદની આ ફેક્ટરીમાં ઓઈલ ટેન્કર સાફ કરવા ઉતેરલા 3 મજૂરોના મોત

દિવાળીના તહેવારો પર ચાંગોદરની એક ફેકટરીમાં ગોજારી ઘટના સામે આવી છે. આજે ફેક્ટરીમાં 3 મજુરોના મોત થતા ખળભળાટ મચી જવા પામી છે.  આ બપોરે દોઢ કલાકે આ ઘટના બની હતી. ચાંગોદરની સહારા પેટ્રોલિયમ કંપનીમાં 3 મજુરોના મોતની ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. ઓઈલ ટેન્કર સાફ કરવા ઉતરેલા 3 મજુરોના મોત થયા છે. ટેન્કરમાં ગુંગળામણથી મોત થયાનુ પ્રાથમિક તારણ છે. આ ઘટના બાદ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયરના જવાનોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા.

મૃતકો

  • મિતેષ રામ મોહન (21 વર્ષ)
  • રામ નરેશ (47 વર્ષ)
  • સંદીપ (21 વર્ષ)

 છેલ્લી ઘડીએ બસનું રિઝર્વશન કેન્સલ થતાં મુસાફર બગડ્યા

ગુજરાતમાં દિવાળીના તહેવારને પગલે લોકો વતન ભણી જઈ રહ્યા છે. જેને કારણે એસટી બસ અને પ્રાઇવેટ બસોમાં ભારે ભીડ જોવા મળી છે. દિવાળીમાં વતન જઈ રહેલા મુસાફરો સાથે એબીપી અસ્મિતાએ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એસટી બસનું રિઝર્વેશન છેલ્લી ઘડીએ કેન્સલ થઈ જતાં કેટલાક મુસાફરોએ બળાપો કાઢ્યો હતો. એક મુસાફરે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર જવા માટે અમારી બસનો ટાઇમ 8.45નો હતો. 10 વાગ્યે બસ આવી. અમે એક્સ્ટ્રા બસનું ન્યુઝમાં જોયું હતું. કોઈ એક બસ મળી નથી. રિઝર્વેશ હતા એ પણ કેન્સલ થઈ ગયા છે. એટલે અમે તો સખત કંટાળી ગયા છીએ આ ભાજપથી હવે. 

ટોપ સ્ટોરી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
Embed widget