શોધખોળ કરો

મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રીએ ખોલ્યો ખજાનો, 710 કરોડની કરી ફાળવણી, જાણો કોને કેટલા રૂપિયા મળશે

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરી જનસુખાકારી માટે ભંડોળની ફાળવણી

Bhupendra Patel urban development news: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 208 કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ 710 કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીનો આ નિર્ણય સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે શહેરી જનજીવન સુવિધા વૃદ્ધિ માટે નાણાં ફાળવવાનો એક સ્તુત્ય અભિગમ છે.

નવરચિત આણંદ મહાનગરપાલિકાને રૂ. 45 કરોડ, મોરબીને રૂ. 80 કરોડ, નડિયાદને રૂ. 21.90 કરોડ, વાપીને રૂ. 21.50 કરોડ, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકા પ્રત્યેકને રૂ. 20-20 કરોડ મળશે.

આ ઉપરાંત, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાઓ તથા પાટણ, સિદ્ધપુર, વડગનર અને કડી નગરપાલિકાને આગવી ઓળખના કામો, આંતરમાળખાકીય સુવિધાના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો સહિતના વિકાસ કામો માટે રૂ. 502 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી મહાનગરપાલિકાઓને ત્વરાએ સક્ષમતાથી જન સેવા કામો માટે કાર્યરત થવા પુરતું માનવ સંસાધન પણ પૂરું પાડ્યું છે.

હવે, આ નવરચિત મહાનગરપાલિકાઓ નગરજનોની જન સુખાકારી માટેના કામો પણ ફુલ ફ્લેજ્ડ હાથ ધરી શકે તે માટે વહીવટી ક્ષમતાવર્ધન અને સાધન સામગ્રી સહિતની આંતરમાળખાકીય સુવિધા માટે છ મહાનગરપાલિકાઓ માટે 208 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આ ફાળવણી અંતર્ગત, આણંદ મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 10 કરોડ, વહીવટી ક્ષમતામાં વધારો કરવાના કામો માટે રૂ. 10 કરોડ અને નવા ટાઉનહોલના નિર્માણ માટે રૂ. 25 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મોરબી મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 12.20 કરોડ, મચ્છુ-2 સિંચાઈ યોજનાની નહેરને કોંક્રિટમાં ફેરવવા માટે રૂ. 55.80 કરોડ અને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 12 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

નડિયાદ મહાનગરપાલિકામાં વિવિધ સુવિધાઓ સભર સિટી બસ સ્ટેન્ડના નિર્માણ માટે રૂ. 1.89 કરોડ, સિટી બ્યુટિફિકેશન માટે રૂ. 10 કરોડ અને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 10 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

વાપી, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકામાં વહીવટી ક્ષમતાવર્ધન માટે પ્રત્યેકને રૂ. 10-10 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત વાપીમાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 11.50 કરોડ, નવસારીને રૂ. 10 કરોડ અને ગાંધીધામને રૂ. 10 કરોડની મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકાઓને પણ આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો માટે નાણાં ફાળવણી કરી છે.

વડોદરા મહાનગરપાલિકાને વિવિધ કામો માટે રૂ. 26.42 કરોડ, સુરતને રૂ. 147.57 કરોડ, જામનગરને રૂ. 133.22 કરોડ અને રાજકોટને રૂ. 161 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, સિદ્ધપુર નગરપાલિકાને રૂ. 50.79 કરોડ, પાટણ નગરપાલિકાને રૂ. 16.98 કરોડ, વડનગર નગરપાલિકાને રૂ. 1.27 કરોડ અને કડી નગરપાલિકાને રૂ. 39.65 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરો-નગરોમાં વસવાટ કરતા નાગરિકોના જીવનધોરણમાં સુધારો થાય તેવો અભિગમ રાખીને આ નાણાં ફાળવણી કરી છે.

આ પણ વાંચો....

દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget