મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ યાત્રાધામ ડાકોરની મુલાકાતે, કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે હતા. જ્યાં તેમણે કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.
ડાકોર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે હતા. જ્યાં તેમણે કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે હતા. જ્યાં તેમણે સૌપ્રથમ કરોડોના ખર્ચે બનેલા ડાકોર માટે મહત્વપૂર્ણ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. આ ઓવરબ્રિજ લોકાર્પણ સમયે જિલ્લાના તમામ ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી. ખેડા જિલ્લાના વિવિધ વિભાગોના કુલ ₹352 કરોડથી વધુના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું.
ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યા બાદ રણછોડજીની રથયાત્રાના રૂટ ઉપર આવેલા સભા મંડપમાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા. હજારોની સંખ્યામાં આવેલા તેમના સમર્થકોને મુખ્યમંત્રીએ સંબોધ્યા હતા ત્યારબાદ જિલ્લાના 222.89 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હૂત કર્યું હતું અને 230.09 કરોડના કામોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલનો કાફલો રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યો હતો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના લોકોને પોતાનો પરિવાર ગણીને, પરિવારના દરેક સભ્ય માટે 'ઈઝ ઓફ લિવિંગ' કેવી રીતે વધે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) March 8, 2024
ખેડા જિલ્લાના નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપીને, આપણે માનનીય વડાપ્રધાનશ્રીના સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટના… pic.twitter.com/vFJcNEY7fg
ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલનો કાફલો રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યો હતો. ભગવાન રાજા રણછોડના દર્શન કરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ધન્યતા અનુભવી હતી, ત્યારબાદ ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવેલા નવતર પ્રયોગ શ્રી કૃષ્ણનો પ્રસાદ સુદામાના ઘર સુધી ધજા ફરકાવી ખુલ્લો મુક્યો હતો. આ નવતર પ્રયોગમાં ટેમ્પલ કમિટી દ્વારા ભગવાનને ધરાવવામાં આવેલ રાજભોગ પ્રસાદીને ગામડાના લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ નવતર પ્રયોગ અત્યારે તો મહિનામાં એક વખત કરવામાં આવશે પરંતુ ટેમ્પલ કમિટીનું સ્વપ્ન છે કે આ પ્રસાદને રોજેરોજ ગામડાના લોકો સુધી પહોંચાડવામાં આવે. આ રાજભોગ પ્રસાદીમાં આશરે 60 થી 70 લોકો ભરપેટ જમી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
ખેડા જિલ્લાના વિવિધ વિભાગોના કુલ ₹352 કરોડથી વધુના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. ડાકોર ખાતે આયોજિત સમારોહ દરમિયાન કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, પંકજ દેસાઈ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial