શોધખોળ કરો

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત, જાણો ક્યારથી ઠંડીમાં લોકોને મળશે રાહત?

રાજ્યના નવ શહેરમાં ઠંડીનું તાપમાન 11 ડિગ્રીથી નીચુ નોંધાયુ હતુ

ગાંધીનગરઃ રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યના નવ શહેરમાં ઠંડીનું તાપમાન 11 ડિગ્રીથી નીચુ નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ ત્રણ દિવસ રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત રહેશે. જ્યારે કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. શુક્રવારથી તાપમાન ચાર ડિગ્રી જેટલુ વધતા ઠંડીમાં આંશિક રાહત અનુભવાશે. રાજ્યમાં ઠંડીના આંકડાની વાત કરીએ તો 6.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયુ હતુ. જ્યારે કેશોદમાં ઠંડીનો પારો આઠ ડિગ્રી પર પહોંચ્યો હતો.

 અમરેલીમાં ઠંડીનો પારો 9.6 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.  અમદાવાદ અને રાજકોટમાં ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો હતો. ભૂજમાં 10.4 ડિગ્રી, ગાંધીનગરમાં 10.7 ડિગ્રી, પોરબંદરમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ડીસામાં 11.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.5 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી, દીવમાં 11.8 ડિગ્રી, મહુવામાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. વેરાવળમાં 12.6 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી, દમણમાં 13.4 ડિગ્રી, વલસાડમાં 13.5 ડિગ્રી, સુરતમાં 14 ડિગ્રી અને દ્વારકામાં ઠંડીનું તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતુ.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધૂંધળું વાતાવરણ રહેશે. અમદાવાદમાં બે દિવસ 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી પડશે. ત્રણ દિવસ બાદ ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સુસવાટાભર્યા પવન ફૂંકાશે. જેને લઈ દિવસે પણ કડકડતી ઠંડી રહેશે. તો ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધી શકે છે. ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું તો નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગે લોકો ઉપરાંત માલઢોરની તકેદારી રાખવા પણ મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી. આવનારા 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગે કૉલ્ડવેવની આગાહીના પગલે ગાઇડલાઇન પણ જાહેર કરી છે

Junagadh: મહંત રાજ ભારતી બાપુએ લમણે ગોળી મારી કર્યો આપઘાત, મહિલા સાથેનો વીડિયો થયો હતો વાયરલ

Junagadh: જૂનાગઢના ખેતલિયા આશ્રમના મહંતે આત્મહત્યા કરી છે. મહંત રાજ ભારતી બાપુએ પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટુંકાવ્યું હોવાની માહિતી મળી રહી છે.જો કે થોડા સમય પહેલા રાજ ભારતી બાપુનો પીણાના ગ્લાસ સાથેનો અને યુવતી સાથેની તસવીર અને વીડિયો વાયરલ થયો હતો. સાથે જ અન્ય કેટલાક ઓડિયો પણ વાયરલ થયા હતા. મહંત સામે ચોંકાવનારા આરોપો પણ લાગ્યા હતા કે રાજભારતી બાપુ મુસ્લિમ છે.અને સાચું નામ હુજેફા હોવાનો પત્રમાં આરોપ લાગ્યો હતો. આજે વહેલી સવાલથી કથિત ઓડિયો વીડિયોને લઈ રાજ ભારતી બાપુ વિવાદમાં હતા. પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha: ધાનેરા સહિતના તાલુકાઓમાં મેડિકલમાં નાર્કોટિક્સ વિભાગના દરોડા, ઝડપાયો માદક પદાર્થનો જથ્થોAnand: પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા ફાટી નીકળ્યો રોગચાળો,17 વર્ષીય સગીરાનું મોતAmreli: પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ, લગ્નના એક દિવસ પહેલા જ યુવકની હત્યા; કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : તોડબાજોની ટોળકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
lifestyle:  હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર
lifestyle: હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર
ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર
ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર
Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે
Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે
Embed widget