Cold Wave: રાજ્યમાં આજથી વધશે ઠંડીનું જોર, ગાંધીનગરમાં નોંધાયું સૌથી નીચું તાપમાન
Cold Wave: હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં ઠંડીનો પારો હજુ ઘટશે
Cold Wave: રાજ્યમાં હજુ પણ કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં ઠંડીનો પારો હજુ ઘટશે. હવામાન વિભાગના અનુસાર, ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ઘટશે. રવિવારે 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે નોંધાયો હતો અને ગાંધીનગર સૌથી ઠંડુગાર રહ્યું હતું. ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે ડીસામાં 9.6 ડિગ્રી, નલિયામાં 10.4 ડિગ્રી, અમદાવાદમાં 10.6 ડિગ્રી તાપમાન રહ્યું હતુ. તો કેશોદમાં 12.5, રાજકોટમાં 12.7, મહુવામાં 12.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. પોરબંદરમાં 13.5, વડોદરામાં 13.6 ડિગ્રી, સુરેંદ્રનગરમાં 14.2 ડિગ્રી, ભૂજમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉત્તર ભારતમાં પણ કોલ્ડવેવ
દિલ્હી, પંજાબથી ઉત્તર પ્રદેશ સુધી કોલ્ડવેવની સ્થિતિ યથાવત છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટિમાં ઘટાડો થતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત છે. ઠંડીના સાથે ગાઢ ધૂમ્મસની પણ ચાદર છવાઈ હતી. ધૂમ્મસની ફ્લાઈટ અને ટ્રેન સેવા પર અસર થઇ છે.
#WATCH | Delhi: Cold wave and dense fog continue in National Capital.
— ANI (@ANI) January 15, 2024
(Drone visuals from Mehrauli-Gurugram road shot at 8 am) pic.twitter.com/dn0zNXWi4X
રાજધાની દિલ્હીમાં રવિવારે સવારે સાડા દસ વાગ્યા સુધી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. સાથે જ લઘુતમ તાપમાન 3.5 ડિગ્રી નોંધાયું જે સીઝનનું સૌથી નીચું તાપમાન હતું. જો કે આજે લઘુતમ તાપમાન 6 ડિગ્રી અને મહતમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતા છે. એર ઇન્ડિયાની કેટલીક ફ્લાઈટ કેન્સલ થવાને કારણે દિલ્લીમાં મુસાફરો પરેશાન થયા હતા. જ્યારે ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર રવિવારે 20 ફ્લાઈટને ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. પંજાબ અને હરિયાણામાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
#WATCH | Uttar Pradesh: A layer of dense fog engulfs several parts of Agra. pic.twitter.com/xM7282nLeg
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024