Gujarat: આગામી 5 દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી, તાપમાનમાં થશે 2થી 3 ડિગ્રીનો ઘટાડો
ગુજરાતમાં આગામી પાંચ દિવસ કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે
ગુજરાતમાં આગામી પાંચ દિવસ કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. જો કે, 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.
હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. જેને લઈ 3 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તો આજે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતુ. નલિયામાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે.
સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.
સુરતમાં ભાજપને કેટલી સીટ મળશે
સટ્ટોડીયાઓના મતે સુરત શહેરની 12 પૈકી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા છે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની 54 પૈક્કી ભાજપના ફાળે 40-42 બેઠકો આવવાની શક્યતા છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક, અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે. આ ઉપરાંત
સટ્ટાબજારમાં ખંભાળિયા બેઠક પર લાગી રહ્યો છે સૌથી વધુ સટ્ટો, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીતનો ભાવ 95 પૈસા છે.
હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની જીતનો કેટલો છે ભાવ
બનાસકાંઠાની વાવ અને થરાદ બેઠક પર કાંટાની ટક્કરની વચ્ચે મોટો સટ્ટો લાગી રહ્યો છે. સટ્ટાબજારમાં હાર્દિક પટેલની જીતનો ભાવ 90 પૈસા તો અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ 80 પૈસા છે. સટ્ટાબજારમાં ખેડબ્રહ્મા , મહેસાણા , ઊંઝા , માણસા , ઈડર , મોરબી , રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત નક્કી છે. સટ્ટોડીયાઓને પાટણ બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર કિરીટ પટેલની જીત નક્કી લાગી રહી છે. વડોદરા શહેરની તમામ બેઠકો પર સટ્ટોડીયાઓ ભાજપની જીત બેઠક માની રહ્યા છે.
વડોદરા જિલ્લાની વાઘોડીયા અને પાદરા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારની જીતનો ભાવ લગભગ સરખો છે.
અમરેલી જિલ્લામાં શું થશે
સટ્ટાબજારમાં વિસાવદરથી હર્ષદ રીબડીયા, માણાવદરમાં જવાહર ચાવડાની જીત નિશ્ચિત છે. આ ઉપરાંત
સટ્ટોડીયાઓના મતે ધોરાજી બેઠક પર લલિત વસોયા , જામજોધપુરથી ચિરાગ કાલરીયાની જીત નિશ્ચિત છે.
અમરેલી જિલ્લાની 5 પૈકી 3 બેઠક પર ભાજપ તો 3 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીત માટે હોટ ફેવરીટ છે.
કાંધલ જાડેજાની જીત નક્કી
સટ્ટાબજારના મતે મોરબી બેઠકથી ભાજપના કાંતિ અમૃતીયાની જીત નિશ્ચિત , ટંકારા બેઠક પર લલિત કગથરાની મામુલી સરસાઈથી જીત થઈ શકે છે. સટ્ટાબજાર પોરબંદરની બેઠક પર જીત માટે અર્જૂન મોઢવાડીયા જીત માટે હોટ ફેવરીટ તો કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાની જીત નક્કી છે.
સટ્ટાબજારમાં નર્મદા જિલ્લામાં ભાજપની જીત મુશ્કેલ
સટ્ટાબજારમાં વલસાડ જિલ્લાની તમામ 5 બેઠકો અને ડાંગ જિલ્લાની 1 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. નવસારી જિલ્લાની 4 પૈકી 3 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. સટ્ટાબજારના મતે નર્મદા જિલ્લાની બન્ને બેઠક પર ભાજપ માટે જીત મુશ્કેલ છે.