શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આંગણે ધીમે ધીમે ઠંડીમાં થઈ રહ્યો છે વધારો, ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી? જાણો
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર મહિનામાં આવું જ વાતાવરણ રહેશે. ઘણાં વિસ્તારમાં રાતનું તાપમાન સામાન્યથી 2 ડિગ્રી સુધી ઓછું જઈ શકે છે.
અમદાવાદઃ ગુજરાતમાં દિવસે ગરમી અને રાતે ઠંડી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવે વહેલી સવારે ઠંડીની શરૂઆત થઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આજે ઠંડીનો ચમકારો થયો હોય એવો અહેસાસ થતો હતો. હાલ સમગ્ર ગુજરાત સહિત દેશમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. પવનની દિશા પણ બદલાવવા લાગી છે. નીચા દબાણવાળા ઉત્તરીય ક્ષેત્રમાં હવે ઊંચા દબાણને કારણે પવનની ઝડપમાં વધારો થયો છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક હિસ્સામાં રાત્રે તાપમાન ઘટાડો જોવા મળી રહ્યો છે. આકાશ સ્વચ્છ થવાથી હવે દિવસમાં ગરમી અને રાત્રે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર મહિનામાં આવું જ વાતાવરણ રહેશે. ઘણાં વિસ્તારમાં રાતનું તાપમાન સામાન્યથી 2 ડિગ્રી સુધી ઓછું જઈ શકે છે. મહિનાના અંતે અને નવેમ્બરના પ્રારંભે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાથી પહાડી વિસ્તારમાં હિમવર્ષા થશે તેવું અનુમાન છે. આ ઉપરાંત ઉત્તર દિશામાંથી ઠંડા પવનને કારણે દિવસનું તાપમાન પણ ઘટશે. આ કારણે સવારે ધુમ્મસ પણ જોવા મળશે.
મહત્વની વાત એ છે કે, આજે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વહેલી સારે ઠંડીનો અહેસાસ થયો હતો. સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે, આ સમયે લા નીનાની સ્થિતિ બની શકે છે. જેના કારણે શિયાળો હોળી સુધી લંબાય તેવી શક્યતા છે. ઠંડીની તીવ્રતા પણ વધવાની સંભાવના છે. આ કારણે ચોમાસામાં વરસાદ પણ સામાન્ય કરતા વધારે થયો છે.
હવામાન વિભાગના ડીજી ડૉ. મૃત્યુંજય મહાપાત્રના જમાવ્યા પ્રમાણે, નવેમ્બર મહિનાના અંતે આગામી ત્રણ મહિના એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે શિયાળાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવશે.
આગામી બે અઠવાડિયામાં 4 ડિગ્રી તાપમાનનો ઘટાડો થાય તેવી સંભાવના છે અને દિવાળી સુધીમાં ઠંડીમાં વધારો જોવા મળશે. વિજ્ઞાની મહેશ પાલાવત કહે છે કે, દિલ્હી-એનસીઆરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી છે. આગામી બે સપ્તાહમાં 16-17 ડિગ્રી થઈ જશે. ત્યાર બાદ દરેક સપ્તાહે 1થી 2 ડિગ્રી ઘટતું જશે. ઓક્ટોબરના અંતે જ્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યારે ઉત્તરમાં ભારે હિમવર્ષા થશે. આ રીતે દિવાળીની આસપાસ ઠંડી વધવાની શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement