Morbi: મોરબી જિલ્લામાં સ્પા પાર્લરને લઈ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું, જાણો શું અપાઈ સૂચના
જિલ્લા કલેકટરે જી ટી પંડ્યાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સ્પા/મસાજની આડમાં નશીલા દ્રવ્યનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે.
મોરબી: મોરબી જિલ્લામાં સ્પા/મસાજ પાર્લરને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટરે જી ટી પંડ્યાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સ્પા/મસાજની આડમાં નશીલા દ્રવ્યનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા હોય છે. કેટલાક અસામાજિક તત્વો ગુનાહિત કુત્યો કરી, શાંતિ સલામતીનો ભંગ કરે છે. સ્પામાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહીત ફોટોગ્રાફ્સ તથા રેકોર્ડિગ રાખવા સૂચના આપવામાં આવી છે.
સીસીટીવી એન્ટ્રી, રિસેપ્શન તથા કોમન એરિયામાં ફરજિયાત સીસીટીવી રાખવાની સૂચના આપવામાં આવી છે. જરૂર પડ્યે આ માહિતી આપવાની રહેશે. પોલીસ ઓફિસરે રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ સ્પા/મસાજ પાર્લર ચલાવનારે તેનું ડ્રાઈવિંગ લાયન્સ/પાનકાર્ડ/આધારાકાર્ડ ઈલેક્શન કાર્ડ રજુ કરવા પણ જણાવ્યું છે. આ જાહેરનામું 30-11-2023 સુધી અમલમાં રહેશે.
બીજા નોરતે આ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. 24 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. અમદાવાદમાં 35થી 36 ડિગ્રી તાપમાન રહશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદ પડશે.
ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડશે
ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડી શકે તેવી હવામાન વિભાગે આ ગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વરસાદ વરસી શકે છે.
પહેલા નોરતે પણ અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો હતો. તો આજે રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તે અંગેની આગાહી જાણીએ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે
16મી ઓક્ટોબરના રોજ થોડા વિસ્તારોમાં વરસાદ વરસવાનું અનુમાન કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહીસાગર અને બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે બાકી જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 17, 18, 19 અને 20મી ઓક્ટોબરે વરસાદની કોઇ આગાહી નથી. રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકુ રહેવાની સંભાવના છે.