Company Release Gus: કલોલ GIDCની ખાનગી કંપનીએ ગેસ છોડતા મચી ગઇ દોડધામ, ત્રણ વિદ્યાર્થિની બેભાન
કલોલમાં GIDCમાં સહયોગ કેમિકલ નામની કંપનીએ ગેસ છોડતા દોડધામ મચી ગઇ હતી. કંપનીની સામે સ્વામીનારાયરણ ગુરુકુળ હોવાથી વિદ્યાર્થીઓને પણ તેની અસર થઇ હતી. ગેસના કારણે ત્રણ વિદ્યાર્થીઓ બેભાન થઇ ગયા હતા.
Company Release Gus:કલોલમાં GIDCમાં સહયોગ કેમિકલ નામની કંપનીએ ગેસ છોડતા દોડધામ મચી ગઇ હતી. કંપનીની સામે સ્વામીનારાયરણ ગુરુકુળ હોવાથી વિદ્યાર્થીઓને પણ તેની અસર થઇ હતી. ગેસના કારણે ત્રણ વિદ્યાર્થીઓ બેભાન થઇ ગયા હતા.
કલોલમાં GIDCમાં સહયોગ કેમિકલ નામની કંપનીએ ગેસ છોડતા દોડધામ મચી ગઇ હતી. કંપનીની સામે સ્વામીનારાયરણ ગુરુકુળ હોવાથી વિદ્યાર્થીઓને પણ તેની અસર થઇ હતી. ગેસના કારણે ત્રણ વિદ્યાર્થિનીઓ બેભાન થઇ ગયા હતા.
કલોલમાં GIDCમાં સહયોગ કેમિકલ નામની કંપનીએ ગેસ છોડતા, થોડા સમય માટે નાશભાગ મચી ગઇ હતી. કંપનીની સામે જ ગુરુકુળ હોવાથી વિધાર્થીઓને પણ અસર થઇ હતી. વિદ્યાર્થીઓએ ગભરામણ અને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓ તો બેભાન થઇ ગયા હતા. ત્રણેય વિદ્યાર્થીઓને ગુરુકુલની જ PSM હોસ્પિટલમાં સાવવાર માટે દાખલ કરાયા હતા. જેમાંથી એકની હાલત તો એટલી ગંભીર બની ગઇ કે તેને ઓક્સિજન પર રાખવાની ફરજ પડી હતી. તબિયતમાં સુધાર થતાં એક વિદ્યાર્થિને ડિસ્ચાર્જ કરાઇ છે જ્યારે હજુ 2 સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય બકાજી ઠાકોર સહિત સીટી પ્રમુખ સહિત કલોલ તાલુકા નું સ્થાનિક તંત્ર દોડતું થયું હતું.આવી ધટનાના કારણે જ છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો ફેકટરી બંધ કરવાની માંગણી કરી રહ્યાં છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે દરરોજ રાત્રે આ પ્રકારનો ગેસ છોડવામાં આવે છે. જે સ્થાનિકોના સ્વાસ્થય માટે જોખમરૂપ છે. જો કે હાલ સ્થાનિકો અને વિધાર્થીઓ ના હોબળા બાદ પોલીસ દોડતી થઈ હતી અને ધારાસભ્ય બકાજી ઠાકોર ઘટના સ્થળે પહોંચ્યા બાદ મામલતદારે ફેકટરી બંધ કરાવી હતી.
Suicide: મહેસાણાની આ હોસ્ટેલની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર
મહેસાણા: કડીની એસવી વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિધાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ધોરણ 11માં અભ્યાસ કરતી વિધાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં પંખા સાથે લટકી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આત્મહત્યા કરતા પહેલાં યુવતીએ સુસાઇડ નોટ લખી હતી. કડી પોલિસે સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. કડીની એસવી વિદ્યાલયમાં વિધાર્થિનીની સુસાઈડને લઈ વિદ્યાલયના વહીવટ કરતાં સામે સવાલ ઉભા થયા છે, જો કે વિદ્યાર્થિનીએ આ પગલું કેમ ભર્યું તેની માહિતી સામે આવી નથી.