શોધખોળ કરો

Amreli: પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ, લગ્નની લાલચ આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા અને....

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.  મહેશ રાઠોડ નામના પોલીસ કર્મચારી વિરુદ્ધ 376 મુજબ ગુન્હો નોંધાયો છે.

અમરેલી:  અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.  મહેશ રાઠોડ નામના પોલીસ કર્મચારી વિરુદ્ધ 376 મુજબ ગુન્હો નોંધાયો છે. લગ્નની લાલચ આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. 

ભોગબનાર મહિલા સાથે પોલીસ કર્મચારીએ અવાર-નવાર શારીરિક સબંધો બાંધ્યા હતા. મહિલા સાથે શારીરિક સબંધો બાંધી લગ્નની લાલચ આપતો હતો.  મહેશ રાઠોડ હાલ ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે. ગુન્હો નોંધાતા મહેશ રાઠોડ હાલ તો ફરાર થઈ ગયો છે.  

સમગ્ર અહેવાલ અનુસાર, મહિલાને પતિ સાથે મનદુખ થતા અંદાજે ચાર વર્ષ પહેલા વિસાવદર કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો હતો.ન્યાય માટે અવાર નવાર ધારી પોલીસ મથકે જતી ત્યારે ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી મહેશ રાઠોડના સંપર્કમાં આવી હતી. પોતે પણ પોતાની પત્નીથી દુ:ખી હોવાનું જણાવી પોતે પોલીસમાં છે અને મદદ કરશે તેમ કહી મહિલાને પ્રેમ ઝાળમાં ફસાવી હતી.  

અમરેલી કૂવામાંથી મળેલ મૃતદેહ મુદ્દે મોટો ખુલાસો

અમરેલીના લાલાવદરની સીમામાં આવેલા ખેતરના કુવામાંથી મળેલા ત્રણ મૃતદેહો અંગે મોટો ખુલાસો થયો છે. અમરેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેયની હત્યા કરી ને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આજે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા એક પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.

ગત તારીખ 12 જાન્યુઆરીની સવારે અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. જેમા એક દંપતિ અને એક આઠ વર્ષની કિશોરી ના મૃતદેહો હતા. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ શંકાસ્પદ હોવાના આધારે ત્રણેય મૃતદેહ ને ફોરેન્સીક પીએમ માટે ભાવનગર મોકલાયા હતા. જેમા ત્રણેયની હત્યા થઈ હોવાનું બહાર આવતા જીલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આજે (15 જાન્યુઆરી)ના રોજ હત્યાના ચાર આરોપીઓ પૈકી ત્રણ હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે હજુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે.

હત્યા કરવા પાછળનું ચોકાવનારૂ કારણ બહાર આવ્યું છે. થોડા મહિનાઓ પહેલા આ હત્યાકાંડનાં મુખ્ય આરોપી ભુરા મોહન બામનીયાની દિકરી નુ બીમારી સબબ અવસાન થયું હતું. પરંતુ ભુરા મોહનને મનમાં એવી શંકા હતી કે તેમની દીકરી પર મૃતક દંપતિ એ તાંત્રિક વિધિ કરી હતી જેના કારણે મૃત્યુ થયું હતું. બસ આ વાતની અદાવત રાખીને તેમણે આ દંપતીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો  અને ગત દસ તારીખ ની રાત્રે ચાર લોકો (1) બબલુ ઉર્ફે પ્યાર સિંહ ભુરસિંહ વસુનીયા, (2) મેર સિંહ તીનચીયા પારદીયા, (3) ઈન્દ્ર કિશન વસુનીયા, અને (4) ભુરા મોહન બામનીયા લાલાવદરની સીમમાં પહોંચ્યા હતા અને દંપતિનું ગળુ દબાવી ને હત્યા કરી હતી. જોકે ત્યા હાજર રહેલી એક આઠ વર્ષ ની કિશોરી એ આ હત્યા તેમની નજર સામે જોઈ હતી અને હત્યારાઓને ઓળખી જતા તેમની પણ હત્યા કરી અને ત્રણેય લાશોને કુવામાં ફેંકી દીધી હતી.

નોંધનીય છે કે, અમરેલીના લાલવદર ગામે આવેલ દકુભાઈ ધાનાણી નામના ખેડૂત સવારે વાડીએ આવતાં તેમને આ બનાવ અંગે જાણ થઈ હતી. ખેડૂતો આ અંગે પોલીસને જાણ કરી હતી. અમરેલી તાલુકા પોલીસ, અમરેલી ફાયર ફાયટરની ટીમ સાથે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાંસદ સહિતના લોકો કુવામાંથી મૃતદેહને બહાર કાઢવા કામે લાગ્યા હતા. વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા તથા જાનુબેન અંતુરભાઈ દેવરખીયા નામની બે મહિલા સહિત 3 પરપ્રાંતિય વ્યક્તિની વાડીના કુવામાંથી લાશ મળી આવી હતી. બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આ ત્રણેયે બે દિવસ પહેલા કુવામાં ઝંપલાવ્યું હતું. કુવામાં ઝંપલાવવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે એ કારણ જાણવા સહિતની વિગતો મેળવા તજવીજ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Govind Dholakia : લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદીનો ગોવિંદ ધોળકીયાનો ખુલાસોRajkot S N Kansagra School: રાજકોટની SNK શાળાની વિદ્યાર્થિનીનો ગંભીર આરોપGovind Dholakia : લેબગ્રોનના કારણે હીરા ઉદ્યોગમાં મંદી! ગોવિંદ ધોળકીયાના નિવેદનથી વિવાદના એંધાણSurendranagar : સુરેન્દ્રનગરમાં લારીધારકોને જગ્યા ફળવાશે, આગામી દિવસોમાં ડ્રોની તારીખ કરાશે જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Mahakumbh 2025:  મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Embed widget