શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસે સુરતથી આવેલા ભાજપના કયા સાંસદને હોમ ક્વોરેઇન્ટાઇન કરવાની કરી માંગ? જાણો વિગત
ગોંડલ શહેર કોંગ્રેસ દ્વારા ગોંડલ ડેપ્યુટી કલેકટરને આવેદન પાઠવી રમેશ ધડૂકને ક્વોરેન્ટાઇન કરવા રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આવા સમયે સુરતથી પોરબંદર પરત આવેલા ભાજપના સાંસદ રમેશ ધડૂકને હોમ ક્વોરેન્ટાઇન કરવાની કોંગ્રેસે માંગ કરી છે. રમેશ ધડૂક પોરબંદરના સાંસદ છે. ગોંડલ શહેર કોંગ્રેસ દ્વારા ગોંડલ ડેપ્યુટી કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
રમેશ ધડુક થોડા દિવસ પહેલા સુરતથી પરત ગોંડલ આવ્યા હોવાથી ક્વોરેન્ટાઇન કરવાની કોંગ્રેસે માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા સુરતથી પરત ધોરાજી આવતા તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. લોકોના હિતને ધ્યાનમાં રાખી રમેશ ધડૂકને ક્વોરેન્ટાઇન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement