હાર્દિક પટેલને ન મળી કોઈ રાહત, જામીનની શરતો હટાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર, જાણો શું છે સમગ્ર મામલો
સુપ્રીમ કોર્ટે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના આદેશની વિરુદ્ધમાં તેમની જામીનની શરતોને હટાવવાનો ઈનકાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના આદેશની વિરુદ્ધમાં તેમની જામીનની શરતોને હટાવવાનો ઈનકાર કર્યો છે. શરત મુજબ હાર્દિકે ગુજરાત બહાર જતા પહેલા કોર્ટની મંજૂરી લેવી પડશે.
હાર્દિક પટેલ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકિલ કપિલ સિબ્બલે સુનાવણી દરમિયાન કહ્યું કે મેનકા ગાંધીના કેસમાં તમે નિર્ણય આપ્યો હતો. એવામાં મને વિદેશ જવાનો મૌલિક અધિકાર છે. બેંચે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું અમે નોટિસ જાહેર કરશું. આ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં પણ હાર્દિક જામીનની શરતો હટાવવાની માંગ કરી ચૂક્યા હતા, પરંતુ હાઈકોર્ટે તેમની માંગ ફગાવી હતી, ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
ક્યારે લગાવાઈ હતી શરતો
રાજ્ય છોડતા પહેલા કોર્ટની પૂર્વ મંજૂરી લેવાની જામીનની શરત જાન્યુઆરી 2020માં હાર્દિક પટલે પર લગાવાઈ હતી. આ કેસ 2015માં દાખલ કરવામાં આવેલી એક ફરિયાદના સંબંધમાં હતો અને હાર્દિક અમદાવાદની એક નીચલી કોર્ટમાં હાજર નહોતા થયા. બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ છે સમગ્ર મામલો
કેસ પાટીદાર આંદોલન સાથે સંબંધ ધરાવે છે જેમાં તેમના પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો. નીચલી કોર્ટે તેમને જામીન આપતા સમયે શરત રાખી હતી કે તેમણે ગુજરાતની સ્થાનીય સરહદ છોડતા પહેલા કોર્ટની પહેલા મંજૂરી લેવી પડશે. હાર્દિક પટેલે અગાઉ અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીનની શરતે 12 અઠવાડિયાના સમયગાળા માટે કામચલાઉ સસ્પેન્શનની માંગણી કરી હતી. ત્યારે કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે તે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી માટે પ્રચાર કરવા માંગે છે. સપ્ટેમ્બર 2020 માં, તેમની અરજી નીચલી અદાલત દ્વારા નકારી કાઢવામાં આવી હતી, ત્યારબાદ હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં નિર્ણયને પડકાર્યો હતો.
રાજ્ય છોડતા પહેલા કોર્ટની પૂર્વ મંજુરી લેવાની શરત 2020માં લાગુ કરવામાં આવી હતી.2015માં હાર્દિક સામે પાટીદાલ આંદોલનના સંદર્ભમાં ફરિયાદ થઈ હતી.જેની તેઓ અમદાવાદની નિચલી કોર્ટમાં હાજર નહોતા થયા.તે વખતે હાર્દિક પર દેશદ્રોહનો આરોપ લગાવાયો હતો.નીચલી કોર્ટે જામીન આપતી વખતે શરત મુકી હતી કે, રાજ્ય છોડતા પહેલા કોર્ટની મંજૂરી લેવી પડશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)