શોધખોળ કરો
Advertisement
નવા કૃષિ કાયદાને લઈ રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન
નવા કૃષિ કાયદાને લઈને રાજકોટમાં કૉંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત સ્થાનિક નેતાઓની પોલીસે અટકાયત કરી છે.
રાજકોટ: નવા કૃષિ કાયદાને લઈને રાજકોટમાં કૉંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત સ્થાનિક નેતાઓની પોલીસે અટકાયત કરી છે. મંજૂરી વગર ધરણા કરતા પોલીસે કાર્યવાહી કરી છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને અમિત ચાવડા સ્થળેથી રવાના થતા અટકાયત કરવામાં આવી હતી.
સુરતના ચોકબજાર ગાંધી પ્રતિમા પાસે કૉંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ધરણાં પ્રદર્શન કર્યા હતા. ખેડૂત વિરોધી ત્રણ કાયદા પાછા ખેંચવાની કૉંગ્રેસની માંગ છે. કૉંગ્રેસના કાર્યકરો ધરણા પર બેઠાં હતા.
પાટણના બગવાડા ખાતે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કરી વિરોધ કર્યો છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં ધારાસભ્ય કિરીટ પટેલની આગેવાનીમાં ધરણા યોજ્યા હતા. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા કૉંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાલનપુર કલેકટર કચેરી બહાર જિલ્લા કૉંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનો ધરણા પ્રર્દશનમાં જોડાયા હતા. આ કાયદાની વિરૂદ્ધમાં ખેડૂતોની સહી સાથે રાષ્ટ્રપતિને રજૂઆત કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement