શોધખોળ કરો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ ત્રણ શહેરોમાં 24 એપ્રિલ સુધી કર્ફ્યૂ લંબાવ્યું? જાણો વિગત
ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે ત્યારે જે શહેરોમાં કોરોનાના કેસ વધારે છે એવા હોટસ્પોટમાં ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો હતો

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે ત્યારે જે શહેરોમાં કોરોનાના કેસ વધારે છે એવા હોટસ્પોટમાં ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો હતો અને આ તમામ વિસ્તારોમાં કર્ફ્યૂની સમય સીમા લંબાવી દીધી છે. અમદાવાદ, સુરત અને રાજકોટના કર્ફ્યૂ ગ્રસ્ત વિસ્તારોના લોકોને હજી વધારે સમય સુધી કર્ફ્યૂ સહન કરવું પડશે. રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, અમદાવાદ, સુરત અને રાજકોટમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કર્ફ્યૂ આગામી તારીખ 24 એપ્રિલ સવારના 6.00 કલાક સુધી યથાવત રહેશે. સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ ત્રણેય શહેરોમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તે અંગે ચિંતા વ્યકત કરીને જરૂરી પરામર્શ કર્યો હતો. આ શહેરોના જે વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. તેવા વિસ્તારમાં સંક્રમણ ઝડપથી અટકે અને અન્ય વિસ્તારમાં ન પ્રસરે તે માટે નાગરિકોના આરોગ્યની ચિંતા કરીને આ કર્ફ્યૂની મુદત આગામી 24 એપ્રિલ સવારના 6 વાગે સુધી લંબાવવાનો મહત્વ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છેકે, અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યૂભંગના અનુક્રમે 125, 95 અને 45 ગુનાઓ નોંધીને ક્રમવાર 142, 104 અને 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય શહેરોમાં ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી મારફત પણ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુનાઓ નોંધવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં CCTV મારફત 110 ગુનાઓ નોંધીને 208 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
વધુ વાંચો





















