શોધખોળ કરો
Advertisement
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: લોકડાઉનની સ્થિતિ વચ્ચે આ ખુલ્લુ રાખવાની આપી મંજૂરી? જાણો
ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનનો કડકવાર અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા માલવાહક વાહનોની હેરાફેરીને મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનનો કડકવાર અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા માલવાહક વાહનોની હેરાફેરીને મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યના હાઈવે પર ગેરેજ, હોટેલ અને ઢાબા ખુલ્લા રાખવાનો આદેશ કરવામા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પરિપત્રમાં જણાવાયું છે કે, બિન આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન માટે માલવાહક વાહનોને પાસ મેળવવામાંથી છૂટછાટ આપવામાં આવી છે. તે મુજબ માલવાહક વાહનોને પાસ ઈશ્યૂ કરવાની જરૂર રહેતી નથી.
માલવાહક વાહનોના પરિવહન કરતાં ડ્રાઈવરોના ટ્રાન્સપોર્ટ લાઈસન્સને પાસ તરીકે માન્ય ગણવું. ટ્રાન્સપોર્ટ વાહનના ડ્રાઈવરને માલવાહક વાહન ચલાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ કમિશનર વિસ્તારોમાંથી ઈશ્યૂ કરવામાં આવતાં પાસમાંથી મુક્તિ આપવામાં આવે છે.
માલવાહક વાહનોના અવર જવરને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે માલ વાહક વાહનો માટે આવશ્યક એવી ઓટો-ગેરેજ, સ્પેર પાર્ટસ, પંક્ચર અને રહેવા-જમવા માટે ઢાબા અને હોટેલ શરૂ કરવાની રહેશે. ક્યા ઢાબા-હોટેલ, ઓટો-ગેરેજ અને પંક્ચરની દુકાનો ખુલ્લી રાખવી તે કલેક્ટરે નક્કી કરવાનું રહેશે. નક્કી કરેલા ઢાબા-હોટેલ, પંક્ચર, સ્પેર-પાર્ટસની દુકાન ખાતે સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવાનું રહેશે.
લોકડાઉન દરમિયાન માલવાહક વાહનો ચીજવસ્તુ સહિત રોડ પર ડ્રાઈવરો દ્વારા છોડી દેવામાં આવેલ છે તે વાહનોને પરત મેળવી મુળ સ્થાન સુધી પહોંચાડવા માટે ડ્રાઈવર અને અન્ય એક વ્યકિત સાથે ડ્રાઈવરના રહેઠાણ-નિવાસ સ્થાનથી વાહન જ્યાં છોડી મુકવામાં આવેલ છે ત્યાં સુધી પહોંચવા માટે ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર એક વાહન સહિત બે ઈસમોના પાસ ઈશ્યૂ કરવાના રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement