શોધખોળ કરો
Advertisement
કોરોનાના સૌથી વધુ કેસ ગુજરાતમાં કઈ જગ્યાએ નોંધાયા છે? અહીં 80 વર્ષના મહિલા કોરોના સામે જંગ જીતીને ઘરે પહોંચ્યા
કોરોનાની અપડેટ વિગતો આપતાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદ. ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. પ્રથમ 8 દિવસમાં 44 કેસ તો બીજા 8 દિવસમાં 48 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાની અપડેટ વિગતો આપતાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસો મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનના છે.
આ સાથે જ રાજ્યમાં કુલ 105 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં એક 80 વર્ષીય મહિલા પણ છે. જે કોરોના સામેનો જંગ જીતી ગયા છે. આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ સાથે જ કુલ મૃત્યાંક 9એ પહોંચ્યો છે.
રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યાં છે. તેમજ હજી અનેક લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદ 43, ગાંધીનગર 11, સુરત 12, વડોદરા 9, રાજકોટ 10, કચ્છ 1, ભાવનગર 11, મહેસાણા 1, ગીર સોમનાથ 2, પોરબંદર 3, પંચમહાલ 1 અને પાટણમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 9 લોકોના મોત થયા છે.
રાજ્યમાં સૌથી વધુ કન્ફર્મ કેસ અમદાવાદમાં છે, જેનો આંકડો 43 છે. સૌથી વધુ 4 મૃત્યુ પણ અમદાવાદમાં જ થયા છે. આ ઉપરાંત સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ અમદાવાદમાં 5 છે જે રાજ્યમાં સૌથી વધુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement