ગુજરાતમાં વેક્સિનેશનનો આંકડો 5 કરોડને પાર, જાણો કેટલા લોકોએ પ્રથમ અને બીજો ડોઝ લીધો
અમદાવાદ શહેરમાં મંગળવારે સૌથી વધુ 41 હજાર 446 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ પાંચ લાખ બે હજાર લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ વેક્સિનેશનનો આંક હવે પાંચ કરોડને પાર થઈ ગયો છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજુ એવુ રાજ્ય છે. જ્યાં વેક્સિનેશનનો આંક પાંચ કરોડથી વધુ થઈ ગયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડ 70 લાખથી વધુ નાગરિકોને પ્રથમ ડોઝ જ્યારે એક કરોડ 32 લાખથી વધુ નાગરિકોને બંન્ને ડોઝ લેવાઈ ચુક્યા છે. રાજ્યમાં વેક્સિન લેવા માટે માન્ય 18થી વધુ વયજુથના ચાર કરોડ 89 લાખ નાગરિકો છે. જે પૈકી 75 ટકાએ પ્રથન જ્યારે 27 ટકા નાગરિકોએ બંન્ને ડોઝ લઈ લીધો છે.
રાજ્યમાં બે કરોડ 74 લાખ પુરૂષ અને બે કરોડ 28 લાખથી વધુ મહિલાઓએ વેકિસન લઈ લીધી છે. અમદાવાદ શહેરમાં મંગળવારે સૌથી વધુ 41 હજાર 446 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ અમદાવાદમાં કુલ વેક્સિનેશનનો આંક હવે 49. 97 લાખ છે. અમદાવાદ જિલ્લામાં કુલ 14.13 લાખ વેક્સિનના ડોઝ અપાયા છે.
આમ અમદાવાદ જિલ્લામાં કુલ વેક્સિનેશન હવે 64.10 લાખ છે. આમ ગુજરાતનુ કુલ રસીકરણનું 12 ટકા માત્ર અમદાવાદમાંથી થયું છે. જ્યારે મંગળવારે સુરતમાં 39 હજાર 557, દાહોદમાં 27 હજાર 266, બનાસકાંઠામાં 23 હજાર 288 અને ખેડામાં 23 હજાર 253 નાગરિકોને વેક્સિન આપવામાં આવી.
કુલ સૌથી વધુ રસીકરણમાં સુરત 40.87 લાખ સાથે બીજા, બનાસકાંઠા 26.04 લાખ સાથે ત્રીજા, વડોદરા શહેર 19.04 લાખ સાથે ચોથા અને 17.50 લાખ સાથે આણંદ પાંચમાં ક્રમે છે. અત્યાર સુધીમાં ડાંગમાં સૌથી ઓછુ એક લાખ 19 હજાર, જૂનાગઢ શહેરમાં 30. છ લાખ, બોટાદમાં 4.33 લાખ, ગાંધીનગર શહેરમાં 4.77 લાખ અને પોરબંદરમાં 5.21 લાખ લોકોએ રસી લીધી.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાત (Gujarat)માં ગઈકાલે કોરોનાના (Corona) 18 કેસ નોંધાયા છે. તેની સામે 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,296 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે. ગુજરાતમાં કુલ 149 એક્ટિવ કેસ છે. જેમાંથી 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 143 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10082 લોકોના મોત નીપજ્યા છે.