શોધખોળ કરો

કોરોનાનો કોહરામ, 36 ગામમાં 90 દિવસમાં 976 લોકોના કોરોનાથી મોત, એક જ ગામમાં 20 દિવસમાં 90 એ જીવ ગુમાવ્યો

રાજકોટના આંબરડી ગામે 15 દિવસમાં જ 49 લોકોના મોત થયા છે. જિલ્લાના દેરડી કુંભાજી અને મોટીમારડમાં અનુક્રમે 30 અને 45ના મોત થયા છે.

સમગાર રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. શહેરની સાથે સાથે હવે ગામડમાં પણ સ્થિતિ બગડી રહી છે. બીજી લહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે સાથે કોરોનાથી થનાર મોતની સંખ્યા પણ વધી છે. ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર 36 જેટલા ગામડાનો અભ્યાસ કરવામાં આવ્યો છે જે અનુસાર ભાવનગર, વડોદરા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં છેલ્લા 90 દિવસમાં 976 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

ભાવનગર જિલ્લાના ચાર ગામોમાં 50 દિવસમાં જ 225 મોત થયા છે. સૌથી વધુ મોત 13 હજારની વસ્તી ધરાવતા યોગઠ ગામમાં નોંધાયા છે. જ્યાં ગત 20 દિવસમાં આશરે 90 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ જ સ્થિતિ રંધોળા ગામની છે. આશરે 10 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં બે મહિનામાં 70 લોકોના મોત નિપજ્યાં છે. આશરે 13 હજારની વસ્તી ધરાવતા ઉમરાળા ગામમાં પણ અત્યાર સુધી 30 લોકોના મોત નોંધાયા છે.

ભાવનગર જિલ્લાના ચોગઠમાં 90, ઉમરાળામાં 35, લીમડામાં 30 અને રંધોળામાં 70 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટના આંબરડી ગામે 15 દિવસમાં જ 49 લોકોના મોત થયા છે. જિલ્લાના દેરડી કુંભાજી અને મોટીમારડમાં અનુક્રમે 30 અને 45ના મોત થયા છે.

ગીર સોમનાથની વાત કરીએ તો કોડીનાર તાલુકાના દેવલીમાં એક મહિનામાં 22 લોકો મોતને ભેટ્યા હતા તો ડોલાસામાં એક મહિનામાં 45 મોત થયા હતા. ગામના લોકોનું કહેવું છે કે ટેસ્ટ કીટના અભાવે સંક્રમણનો ફેલાવો પામી શકાતો નથી.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 12064 કેસ નોંધાયા છે. જેની સામે 13085 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગઈકાલે કોરોના સંક્રમણના કારણે 119 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8154 પર પહોચ્યો છે.

રાજ્યમાં ગઈકાલે 13085 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 503497  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,46,385 પર પહોંચ્યો છે. જેમાંથી 775  લોકો વેન્ટિલેટર પર અને 145610 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.52  ટકા છે. 

ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 17,  સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 5,  મહેસાણા 3, જામનગર કોર્પોરેશન 8,  વડોદરા 4,  રાજકોટ કોર્પોરેશમાં 7,  જામનગર 5, સુરત 4, ભાવનગર કોર્પોરેશમાં 5, જૂનાગઢ  3, ગીર સોમનાથ 1,  જૂનાગઢ કોર્પોરેશન 4,  પંચમહાલ 1, કચ્છ 4, મહીસાગર 0,  બનાસકાંઠા 1, આણંદ 1, દાહોદ 1, અરવલ્લી 2,  ગાંધીનગર  1, નવસારી 1, ખેડા 0, પાટણ 3, ગાંધીનગર કોર્પોરેશન 0, ભરૂચ 2, નર્મદા 0, તાપી 1, સુરેન્દ્રનગર 1, રાજકોટ 5, સાબરકાંઠા 4,  ભાવનગર 6, વલસાડ 2, છોટા ઉદેપુર 1, અમરેલી 2, અમદાવાદ 0, મોરબી 0, દેવભૂમિ દ્વારકા 3, પોરબંદર 1, બોટાદ 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 119 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3744,  સુરત કોર્પોરેશન-903,  વડોદરા કોર્પોરેશન 648,  મહેસાણા 497, જામનગર કોર્પોરેશન 398,  વડોદરા 390,  રાજકોટ કોર્પોરેશમાં 386,  જામનગર 328, સુરત 306, ભાવનગર કોર્પોરેશમાં 289, જૂનાગઢ  253, ગીર સોમનાથ 231,  જૂનાગઢ કોર્પોરેશન 229,  પંચમહાલ 223, કચ્છ 211, મહીસાગર 210,  બનાસકાંઠા 207, આણંદ 195, દાહોદ 190, અરવલ્લી 155,  ગાંધીનગર  155, નવસારી 146, ખેડા 142, પાટણ 139, ગાંધીનગર કોર્પોરેશન 131, ભરૂચ 114, નર્મદા 114, તાપી 114, સુરેન્દ્રનગર 112, રાજકોટ 110, સાબરકાંઠા 110,  ભાવનગર 102, વલસાડ 102, છોટા ઉદેપુર 98, અમરેલી 96, અમદાવાદ 93, મોરબી 80, દેવભૂમિ દ્વારકા 57, પોરબંદર 32, બોટાદ 19 અને ડાંગ 5 કેસ સાથે  કુલ 12064  કેસ નોંધાયા છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,02,24,941  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 29,89,975  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,32,14,916 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 18થી 44 વર્ષ સુધીના 22,474 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 38,139 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,10,614 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget