શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસને લઈને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય: 31 માર્ચ સુધી આખું ગુજરાત લોકડાઉન, તમે જે જાણવા માંગો છે તે
હવે કોરોના વાયરસને લઇને ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં આગામી 31 માર્ચ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરાયું છે.
અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધીના કોરોનાના 30 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ત્યારે અગાઉ જે જિલ્લામાંથી કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં તે જિલ્લાઓમાં લોકડાઉનો નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે ત્યારે હવે કોરોના વાયરસને લઇને ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં આગામી 31 માર્ચ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરાયું છે. આ નિર્ણય ગુજરાતના ડીપીજી દ્વારા લેવામાં આવ્યો હતો. ડીજીપી શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સના મહત્વના અંશો પર એક નજર કરો.
સોમવાર રાતે 12 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવે છે. આ આદેશનું રાત્રે 12 વાગ્યાથી 31 માર્ચ સુધી ચુસ્ત અમલીકરણ કરવામાં આવશે. આ માટેનું વિગતવારનું અધિકૃત જાહેરનામું ગૃહ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ છે.
આવા લોકડાઉનમાં રાજ્યની અન્ય રાજ્યો સાથેની તમામ આંતરરાજ્ય બોર્ડરો સીલ કરવામાં આવનાર છે. આગળ જણાવ્યા પ્રમાણેની આવશ્યક બાબતો સિવાયની તમામ અવર જવર બંધ કરવામાં આવશે . તમામ પ્રકારના માલવાહક વાહનો Transport / Goods Vehicle (કાર્ગો સહિત ) રાબેતા મુજબ ચાલુ રહેશે જેથી તમામ જીવન જરૂરીયાતની વસ્તુઓની અછત ન પડે. જે સેવાઓ-વ્યક્તિઓને આ લોકડાઉન લાગુ નહીં પડે તે નીચે પ્રમાણે છે. જે મેડીકલ સ્ટોર છે કરિયાણાની દુકાનો , દુધ - શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જ જરૂરી સરકારી સેવાઓ વિગેરે જેવી આવશ્યક સેવાઓ ચાલુ નિયમિત રીતે ચાલુ રહેશે .
આ સેવાઓના કેન્દ્રો અથવા દુકાનોને કોઇ અસર નહીં થાય અને આ સેવાઓ માટે Transportની વ્યવસ્થા પણ ચાલુ રહેશે. ટેક્ષી, કેબ, રીક્ષા, લકઝરી બસ, પબ્લિક ટ્રાન્સપોટેશન બંધ રહેશે.
ખાનગી વાહનો ટુ વ્હીલર્સ-ફોર વ્હીલર્સની અવરજવર ઓછી કરવાના હેતુથી ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સમાં માત્ર બે વ્યકિત જ મુસાફરી કરી શકશે.
આ નિર્ણય જનતાના હીતમાં લેવામાં આવે્યો છે. જેથી આ નિર્ણયનો અમલ કરાવવા માટે પોલીસને તમામ પ્રકારે સહયોગ આપવા આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે . સ્થાનિક કક્ષાએથી દરેક પોલીસ સ્ટેશન દ્વારા પણ આ લોકડાઉનનો અમલ કરાવવા માટે પણ પગલાં લેવામાં આવશે જેને પણસહયોગ આપવો. જે લોકો દ્વારા આ આદેશનો ભંગ કરવામાં આવશે અથવા પોલીસને સહયોગ કરવામાં નહીં આવે તેની સામે ગુનો દાખલ કરવા સહિતના કાયદેસરના પગલાં લેવામાં આવશે.
લોકડાઉનના અસરકારક અમલીકરણ કરવા માટે અલગથી જે ફોર્સ ફાળવવામાં આવેલ છે , તે નીચે પ્રમાણે છે.
રાજ્ય ભરમાં SRPFની કુલ ૬ કંપનીઓ ફાળવવામાં આવેલ છે. ઉપરાંત RAFની 4 કંપની ફાળવવા પણ આયોજન કરવામાં આવેલ છે. લોકડાઉનાQuarantine સંદર્ભે હાલ સુધી લેવાયેલ કાયદેસરના પગલાંની વિગત - ક . 188 ના જાહેરનામાના ભંગ બદલ ગુના - 62 દાખલ કરવામાં આવેલ છે.
કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદાના ભંગ બદલ ગુના - 18 દાખલ કરવામાં આવેલ છે . ( IPC - 269 , 270 , 271 )
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement