શોધખોળ કરો

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ: ભાજપ નેતાએ અધિકારીઓ અને વચેટિયાઓને ઘેર્યા

હલકી ગુણવત્તાવાળી મગફળી વેચાઈ હોવાનો આક્ષેપ, ખોટા ૭ ૧૨ રજૂ કરાયા, કૌભાંડથી ખરીદી આંકડો વધ્યો: ભરત કાનાબાર.

Groundnut Purchase Corruption: ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ ભાજપના નેતા ભરત કાનાબારે લગાવ્યો છે. કાનાબારે આક્ષેપ કર્યો છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયાઓની સાંઠગાંઠથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં બજારમાંથી ખરીદાયેલી હલકી ગુણવત્તાવાળી મગફળી સરકારને વેચવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ડૉ. ભરત કાનાબારે આ બાબતે અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ ગોલમાલ થઈ છે, જેમાં વેપારીઓ અને ભ્રષ્ટ અધિકારીઓએ મિલીભગત કરીને ફાયદો ઉઠાવ્યો છે.  કાનાબારે દિલીપ સંઘાણીના ખેડૂતો માટેના પ્રામાણિક પ્રયાસોની પ્રશંસા કરી હતી, પરંતુ સાથે જ સરકારમાં હલકી ગુણવત્તાવાળી મગફળી પધરાવવાનું કારસ્તાન ચાલતું હોવાનો દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે સરકારનો ખેડૂતોને ફાયદો કરાવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે MSP યોજના પણ ચલાવવામાં આવે છે, પરંતુ સરકારી યોજનાઓમાં ગેરરીતિ કરવાનો અધિકારીઓ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે.

તો બીજી તરફ, મનહર પટેલે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારનો ઈરાદો ભ્રષ્ટાચારીઓ પર લગામ લગાવવાનો નથી. મનહર પટેલે ભ્રષ્ટ અધિકારીઓ પર સરકાર લગામ લગાવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું અને ભ્રષ્ટ અધિકારીઓના પાપે ખેડૂતો પણ પરેશાન હોવાની વાત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે "ભાજપની ચંડાળ ચોકડી જ ભ્રષ્ટાચાર કરે છે" અને સરકારી તંત્રનો મિજાજ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનો નથી.  મનહર પટેલે ડાંગર કૌભાંડના આરોપી કેટલા દિવસમાં પકડાયો તે સવાલ ઉઠાવીને સરકારની કામગીરી પર પ્રશ્નચિહ્ન મૂક્યું હતું અને કટાક્ષમાં કહ્યું હતું કે "દાદાની સરકાર બપોરના સમયે ઊંઘી જાય છે".

દિલીપ સખિયાએ આ ઘટનામાં નૈતિક્તાનો અભાવ હોવાનું જણાવ્યું હતું અને ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાનું કહ્યું હતું. તેમણે સરકારને નક્કર પોલિસી લાવવા અને ખેડૂતોનું પાણીપત્ર ઓનલાઈન ભરવાની તથા ખેડૂતે મગફળીનું વાવેતર કર્યું છે કે કેમ તેની જાણકારી હોવી જરૂરી હોવાનું સૂચન કર્યું હતું.

કગથરાએ પણ મગફળીની ખરીદીમાં અગાઉ પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવીને ભ્રષ્ટ અધિકારીઓ ખેડૂતો પાસેથી ૭ ૧૨ ઉઘરાવતા હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે મગફળીના ટેકાના ભાવ અને બજાર કિંમતમાં ઘણો તફાવત હોવાની વાત કરીને ભાજપના નેતાઓને ખેડૂતોની મજાક કરવાનું બંધ કરવા જણાવ્યું હતું અને ભાજપ સરકારમાં અનેક મોટા કૌભાંડ થયા હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો....

બાધવા તૈયાર રહેજો...' દેવાયત ખવડની ડાયરાના આયોજકેનો ખુલ્લી ચેતવણી, કહ્યું - હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર છું

ટોપ સ્ટોરી

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget