દ્વારકાના દરિયામાં ભારે કરંટ, બે દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે
દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે દ્વારકાના ભાડકેશ્વર મંદિર પાસે દરિયામાં 5 ફૂટ સુધીના ઉંચા મોજા જોવા મળ્યા. 23 થી 26 જાન્યુઆરી સુધી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દ્રારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, ભાવનગર, દહેજ અને દમણના ખેડુતોને ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયોન ખેડવા માટે સુચના અપાઇ છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુકાવાની શક્યતા છે.
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. દેવગઢબારીયા, ઝાલોદ, લીંબડી, સીંગવડ સહિતના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. જો કમોસમી વરસાદ પડે તો પાકને નુકસાનીની ભીતીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
22મી જાન્યુઆરી 2022ના રોજ ઉત્તર અરબી સમુદ્ર અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. માછીમારોને ઉપરોક્ત સમયગાળા દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવે છે.
ગુજરાતમાં હજુ આકરા કોરોના નિયંત્રણો આવશે?
રાજ્યમાં અમલી બનેલ નવી કોરોના ગાઈડ લાઈન સખત અમલ માટે આજે રાજ્ય પોલીસ વડાઓ જિલ્લાના એસપી અને રેન્જ આઈજી સાથે વિડિઓ કોન્ફ્રાન્સ કરીને કડક અમલવારી માટે આદેશ આપ્યા છે. આ સમયે તેમણે કોરોનાના કડક નિયંત્રણો મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે સરકારી કચેરીઓમાં 50 ટકા હાજરીનો નિર્ણય લેવાય તેવા સંકેત આપ્યા હતા. સંક્રમણ વધે તો સરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ અંગે નિર્ણય લેવાઇ શકે છે.
રાજ્ય પોલીસ વડાઓએ પ્રેસ કોન્ફ્રાન્સ મા જણાવ્યું કે, રાજયના તમામ પોલીસ અધિકારીઓને સરકારની SOPનો કડક અને ચુસ્ત અમલ કરવા આપવામાં આવેલ સુચના અનુસંધાને રાજય પોલીસ તંત્ર દ્વારા તા .૧૫ / ૦૧ / ૨૦૨૨ થી તા .૨૧ / ૦૧ / ૨૦૨૨ દરમ્યાન કોરોના સંક્રમણ અંગેના નિયમોનો ચુસ્તપણે અમલ કરાવવા અંગેની નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલ છે.
છેલ્લા એક અઠવાડીયામાં જાહેરનામા ભંગના કુલ -૩,૮૩૦ ગુન્હા દાખલ થયેલ છે , જેમાં કુલ -૩,૨૦૬ વ્યકિતઓની ધરપકડ પણ થયેલ છે . જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થૂંકવા બદલ કુલ -૨૫૭૪૫ વ્યકિતઓ પાસે રૂા .૨.૫૬ કરોડ જેટલો દંડ વસુલ કરાયેલ છે તથા એમ.વી. એકટ ૨૦૭ ની જોગવાઇઓના ભંગ બદલ કુલ ૩૧૪૨ વાહનો જપ્ત કરાયેલ છે .