શોધખોળ કરો

જખૌ પોર્ટ નજીક વાવાઝોડું ટકરાશે, લેન્ડફૉલ બાદ આટલા કલાક સુધી કાળો કહેર વર્તાવશે ? જાણો લેટેસ્ટ અપડેટ

બિપરજૉય વાવાઝોડાને લઇને હવામાન વિભાગના ડાયરેક્ટરના જાણાવ્યા અનુસાર, બિપરજૉય વાવાઝોડુ અત્યારે દરિયામાં છે, અને દ્વારકાથી 210 km દૂર છે.

Biporjoy: રાજ્યમાં બિપરજૉય વાવાઝોડુ લેન્ડફૉલ થશે, અને આ દરમિયાન રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને સાથે સાથે ભારે વરસાદ પણ પડશે, પરંતુ આ પહેલા હવામાન વિભાગે બિપરજૉય વાવાઝોડાની મેઇન મૂવમેન્ટને લઇને મોટુ અપડેટ આપ્યુ છે. હાલમાં બિપરજૉય દ્વારકાથી 210 કિમી દુર દરિયામાં છે. 

બિપરજૉય વાવાઝોડાને લઇને હવામાન વિભાગના ડાયરેક્ટરના જાણાવ્યા અનુસાર, બિપરજૉય વાવાઝોડુ અત્યારે દરિયામાં છે, અને દ્વારકાથી 210 km દૂર છે. આજે સાંજના સમયે જખૌ બંદરની નજીક વાવાઝોડું ટકરાશે, આજે વાવાઝોડાને લઇને 125ની સ્પીડથી ભારે પવન ફૂંકાશે, અને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે ત્રીજા દિવસે ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. જામનગર, કચ્છ, દ્વારકા મોરબીમાં 100 kmથી વધુની ઝડપી પવન ફૂંકાશે, હાલમાં 6 km પ્રતિ કલાકે વાવાઝોડું આગળ વધી રહ્યું છે, અને આ બિપરજૉય વાવાઝોડાનો આઈફૉલ એરીયા 50 થી 100 kmનો રહેશે, જ્યારે બાકીના 500 કિમી સુધી તેની અસર રહેશે. કચ્છ. દ્વારકા. જામનગર. મોરબીમાં આજે ભારે પવન સાથે વરસાદ પડશે. આવતીકાલે બિપરજૉયના કારણે સામાન્ય સ્પીડ ઘટશે જોકે ભારે પવન તો રહેશે જ.

બિપરજૉય વાવાઝોડાને લઇને બીજા દિવસે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે. ખાસ વાત છે કે, બિપરજૉય વાવાઝોડુ લેન્ડફૉલ સમયે મુખ્ય મૂવમેન્ટની 3 કલાક અસર રહી શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં ઠંડરસ્ટ્રૉમ એક્ટિવ રહેશે, અને 40 કિમીની ઝડપે અમદાવાદમાં પવન ફૂંકાશે.

બિપરજોયમાંયે અન્ય નેટવર્ક પરથી કરી શકાશે ફોન - 

અરબી સમુદ્રમાં આવેલા અતિ ગંભીર ચક્રવાત 'બિપરજોય'ને પહોંચી વળવા માટે ગુજરાતનું સમગ્ર વહીવટીતંત્ર કમર કસી રહ્યું છે. આ ચક્રવાતને કારણે અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થવાની આશંકા છે. તોફાની પવનને કારણે ઈલેક્ટ્રીક થાંભલાઓ અને ટેલિફોન ટાવરને નુકસાન થવાની પણ સંભાવના છે. જેના કારણે ટેલિકોમ નેટવર્ક પણ ખોરવાઈ શકે છે. આ સ્થિતિમાં લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ટેલિકોમ વિભાગે મોટો નિર્ણય લીધો છે. ટેલિકોમ વિભાગે જાહેરાત કરી છે કે, ચક્રવાત 'બિપરજોય' દરમિયાન ટેલિકોમ નેટવર્કમાં વિક્ષેપ આવે તો અસરગ્રસ્ત જિલ્લાઓમાં લોકો કોઈપણ અન્ય ટેલિકોમ ઓપરેટરના નેટવર્કનો ઉપયોગ કરી શકશે. આ સેવાનો ઉપયોગ કરવા માટે લોકોએ મોબાઇલ સેટિંગ્સમાં જઈને સિમ કાર્ડ પસંદ કરવું પડશે અને પછી તેમના વિસ્તારમાં ઉપલબ્ધ મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવું પડશે. આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ઉપલબ્ધ છે. જે 17 જૂન, 2023 ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી યથાવત રહેશે.

સરકારના આ નિર્ણયના કારણે લોકોને વાતચીત કરવામાં તથા સંદેશા વ્યવહારમાં મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. સાથે જ રાહત અને બચાવકાર્યમાં પણ તંત્રને મદદરૂપ બનશે. ચક્રવાતની સ્થિતિમાં ઘણીવાર એવુ બનતું  હોય છે કે, વિજળી ગુમ થઈ જવાના કારણે અને મોબાઈલની સેવા ખોરવાઈ જવાની સ્થિતિમાં મુશ્કેલીમાં ફસાયેલા લોકો સંપર્ક વિહોણા બની જાય છે. જેથી મદદ માટેની માહિતીની આપ લે થઈ શકતી નથી. જેના કારણે જાન અને માલને નુંકશાન થાય છે. પરંતુ આ વખતે આમ થવાની શકયતા ટાળી શકાશે તેવુ અનુંમાન લગાવવામાં આવી રહ્યું છે.  હવામાન વિભાગનું અનુમાન છે કે, બિપરજોય ચક્રવાત 15 જૂને સાંજે 4 વાગ્યાની આસપાસ ગુજરાતના કચ્છમાં જખૌ કિનારે ત્રાટકી શકે છે. આ દરમિયાન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે ભારે નુકસાન થવાની સંભાવના છે. આ સ્થિતિમાં વાવાઝોડાને જોતા લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર કરીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવી રહ્યા છે. IMDએ બુધવારે જણાવ્યું હતું કે 'બિપરજોય' ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધતાં સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં ભારે પવન અને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો. IMDએ જણાવ્યું હતું કે 'બિપરજોય' બુધવારે માર્ગ બદલીને ઉત્તર-પૂર્વ દિશામાં કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે અને ગુરુવારે સાંજે તે જખૌ બંદર નજીક અથડાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા
ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ
ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget