શોધખોળ કરો

Crime: દાહોદમાં તલવારો ઉછળી, નજીવી બાબતે બે જૂથો વચ્ચે મારામારી થતાં 13 લોકો ઘાયલ, ધાર્મિક પ્રસંગમાં બની ઘટના

દાહોદ જિલ્લાના ટાઉન પ્લેસમાં જુની કોર્ટ વિસ્તારમાં એક કેબલ હટાવવાની નજીવી બાબતને લઈને એકજ કોમના બે જૂથો વચ્ચે તલવારો ઉછળી હતી

Dahod Crime News: રાજ્યમાં ફરી એકવાર મારામારીની ઘટના ઘટી છે જેમાં મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થયાના સમાચાર છે, દાહોદના જુની કોર્ટ વિસ્તારમાં કેબલ હટાવવાની એક નજીવી બાબતે બે જૂથો આમને સામને આવી ગયા અને તલવારો અને લાકડીઓથી એકબીજા પર હુમલો કરી દીધો હતો, આ હુમલામાં 13 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ધાર્મિક પ્રસંગની તૈયારીઓ દરમિયાન ઘટી હતી. 

દાહોદ જિલ્લાના ટાઉન પ્લેસમાં જુની કોર્ટ વિસ્તારમાં એક કેબલ હટાવવાની નજીવી બાબતને લઈને એકજ કોમના બે જૂથો વચ્ચે તલવારો ઉછળી હતી, અને બે પક્ષના 13 લોકો થયા ઘાયલ થયા હતા. તમામ લોકોને શહેરની ઝાયડસ હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

Crime: દાહોદમાં તલવારો ઉછળી, નજીવી બાબતે બે જૂથો વચ્ચે મારામારી થતાં 13 લોકો ઘાયલ, ધાર્મિક પ્રસંગમાં બની ઘટના

ઘટનાની વિગતો એવી છે કે, દાહોદ શહેરમાં આવેલા જુની કોર્ટ વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે મારમારીની ઘટના ઘટી છે, બન્ને જૂથો વચ્ચે મારામારીની ઘટના એવા સમયે બની જ્યારે શહેરમાં ખાતે ધાર્મિક પ્રસંગની તૈયારીઓ ચાલી રહી હતી. આ તૈયારીઓમાં લોકો ત્યાં ટેન્ટ અને અન્ય વસ્તુઓ લગાવી રહ્યાં હતા, તે સમયે ત્ાં કેબલ લગાવવા જતાં ત્યાંની મહિલાઓએ વિરોધ કર્યો અને કહ્યું કે, કેબલ વાયર અહીંથી થોડેક ઉપર લગાવો. આ બાબતને લઈને મામલો બિચકયો હતો, બન્ને જૂથો વચ્ચે તકરાર ઉગ્ર બનતા સામસામે લાકડીઓ અને તલવારો લઇને મારામારીમાં ઉતરી ગયા હતા. બે જૂથો વચ્ચે તલવારોથી મારામારી થતાં શહેરમાં દુકાનો પણ ટપોટપ બંધ થઇ ગઇ હતી. રસ્તા પર થયેલી આ મારામારીની ઘટનાની જાણ પોલીસને થઇ અને પોલીસ આવે તે પહેલા 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, આ ઘટનામાં પટેલ પરિવારના 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેઓને 108ની મદદથી દાહોદની ઝાયડસ સિવિલ હૉસ્પીટલ અને અન્યને બેને ખાનગી હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં સામે પરિવારના બે લોકોને પણ માથાના ભાગ ઈજાઓ થઇ હતી, તેઓને ખાનગી હૉસ્પીટલમાં ખાતે સારવાર આપવામાં આવી હતી, ઘટનાને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. 

ઉલ્લેખનીય એ છે, જૂની અદાવતને લઇને પણ તકરાર કરી હોય તેવું જોવા તેવું પણ ઘાયલ પરિવારમાંની રહ્યું છે, જોકે આ મામલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો      ઘટનાને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર

શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

Embed widget