Corona:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત બાળકનું મોત, ઓપરેશન બાદ આવ્યો હતો રિપોર્ટ પોઝિટિવ
ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે, કોરોના કેસ વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. મહેસાણામાં જોટાણામાં કોરોનગ્રસ્ત 3 વર્ષીય બાળકનું મોત થયું છે.
Coroan: ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે, કોરોના કેસ વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. મહેસાણામાં જોટાણામાં કોરોનગ્રસ્ત 3 વર્ષીય બાળકનું મોત થયું છે.
ઘણા લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 119 દર્દી નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 62 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 435 પર પહોંચી ગઈ છે. હાલમાં રાજ્યમાં 4 લોકો વેન્ટીલેટર છે અને 431 લોકો સ્ટેબલ છે. જ્યારે એકનું મોત થયું છે. અમદાવાદ સિવિલમાં દાખલ મહેસાણાના ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે.
મહેસાણાના જોટાણાના કોરોનગ્રસ્ત 3 વર્ષીય બાળકનું મોત થયું છે. આ 3 વર્ષીય બાળકને લિવરની બીમારી હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલમાં દાખલ બાળકનું ઓપરેશન પહેલા કોરોનાનો ટેસ્ટ લેવાયો હતો. જો કે ઓપરેશન બાદ બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓપરેશન બાદ કોરોના ગ્રસ્ત બાળકની તબિયત લથડતાં આખરે મોત થયું છે.
બીજી તરફ H3N2 ઈનફ્લુએન્ઝાના કેસ પણ વધી રહ્યાં છે. મહેસાણાની એક યુવતીને H3N2 ઈનફ્લુએન્ઝા પોઝિટિવ આવ્યો છે.
મહેસાણાની યુવતી ગાંધીનગર સામાજિક કામ માટે ગઈ હતી. બીમાર થતાં તેમને ટેસ્ટિંગ કરાવતા H3N2નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જો કે યુવતીની તબિયત સ્થિર જણાતા સારવાર બાદ રજા અપાઈ હતી.
ઉલ્લેખનિય છે કે, રાજ્યમા વકરી રહેલા H3N2ના કેસને લઈ ગૃહમાં આજે ચર્ચા થશે. વિધાનસભાના નિયમ ૧૧૬ અંતર્ગત અર્જુન મોઢવાડીયા મુદ્દો ઉઠાવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગૃહમાં જવાબ રજૂ કરશે. રાજ્યના H3N2ના કારણે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના કેસમા વધારો થયો છે.
ભારતને થોડા મહિના પહેલા જ કોરોનાના વધતા સંક્રમણથી રાહત મળી હતી કે હવે ફરી એકવાર H3N2 નામનો વાયરસ આખા દેશમાં ઝડપથી ફેલાવા લાગ્યો છે. આ વાયરસથી સંક્રમિત લોકોમાં ઉધરસની ફરિયાદ ખૂબ જ સામાન્ય લક્ષણ માનવામાં આવે છે. આ સિવાય આવા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
H3N2 હાલમાં બિહાર, યુપી સહિત ઘણા રાજ્યોના લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. તાજેતરમાં જ બિહારમાં આ વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. યુપીમાં H3N2નું જોખમ વધી ગયું છે. આ રાજ્યમાં તાવ, ખાંસી અને શરદીથી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. H3N2 વાયરસથી સંક્રમિત 73 વર્ષીય વ્યક્તિનું ગુરુવારે (16 માર્ચ) પુણે, મહારાષ્ટ્રમાં મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રમાં પણ H3N2 વાયરસના કારણે મૃત્યુનો આ ત્રીજો કેસ છે. 1 જાન્યુઆરીથી 15 માર્ચ, 2023ની વચ્ચે મહારાષ્ટ્રમાં H3N2 વાયરસના 119 કેસ નોંધાયા છે. આ દરમિયાન H3N1 વાયરસના 324 કેસ મળી આવ્યા છે.