દાદરા-નગરહવેલીમાં ડેન્ગ્યૂના કેસનો રાફડો ફાટ્યો, હોસ્પિટલમાં ખૂટી પડ્યાં બેડ
સંઘ પ્રદેશ દાદરા અને નગરહવેલીમાં ડેન્ગ્યૂના કેસમાં વધારો થયો છે. સંઘ પ્રદેશમાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે વિનોબા ભાવે હોસ્પિટલમાં દર્દીઓને નીચે જ પથારી પર સુવડા ને સારવાર આપવાની ફરજ પડી રહી છે.
દાદરા નગર હવેલી: સંઘ પ્રદેશ દાદરા અને નગરહવેલીમાં ડેન્ગ્યૂના કેસમાં વધારો થયો છે. સંઘ પ્રદેશમાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે વિનોબા ભાવે હોસ્પિટલમાં દર્દીઓને નીચે જ પથારી પર સુવડા ને સારવાર આપવાની ફરજ પડી રહી છે.દર્દીઓના ઘસારાને લઈને હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.
રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી જાણે રોગચાળાના ભરડામાં સપડાયું છે. કારણ કે પ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી વિનોબા ભાવે હોસ્પિટલમાં રોજના 5000થી વધુ દર્દીઓ આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં હોસ્પિટલમાં જાણે બેડ પણ ખૂટી પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. દર્દીઓની સંખ્યા વધી હોવાથી હોસ્પિટલ તંત્ર દ્વારા મજબૂરીમાં દર્દીઓને નીચે સુવડાવી અને સારવાર કરવાની ફરજ પડી રહી છે.
મહારાષ્ટ્રના દર્દીઓ પણ સારવાર માટે આવે છે
જો કે ચોકાવનારી વાત એ છે કે આ વર્ષે પ્રદેશમાં ડેન્ગ્યૂના 850 થી વધુ કન્ફર્મ કેસ બહાર આવી ચૂક્યા છે. હજુ પણ ડેન્ગ્યૂ સહિત અન્ય દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. બનાવની વિગત મુજબ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદર નગર હવેલીની સૌથી મોટી વિનોબા ભાવે હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ઉપરાંત પડોશી વલસાડ જિલ્લાના અને મહારાષ્ટ્રના પણ છેવાડાના વિસ્તારના દર્દીઓ સારવાર માટે આવે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોમાં રોગચાળાનું પ્રમાણ વધતાં અત્યારે રોજિંદા સેલવાસની વીનોબા ભાવે હોસ્પિટલમાં 5,000 થી વધુ દર્દીઓ આવી રહ્યા છે.
આ વર્ષે 850થી વધુ ડેન્ગ્યૂના કન્ફર્મ કેસ નોંધાઈ ચૂક્યા
હોસ્પિટલના સત્તાવાર આંકડા મુજબ આ વર્ષે 850થી વધુ ડેન્ગ્યૂના કન્ફર્મ કેસ નોંધાઈ ચૂક્યા છે. હજુ પણ આ કેસની સંખ્યા સતત વધી રહી છે. ડેન્ગ્યૂની સાથે અન્ય રોગના દર્દીઓની પણ સંખ્યા વધુ હોવાથી હોસ્પિટલમાં તમામની સારવાર માટે સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના વોર્ડ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. અનેક દર્દીઓને બેડ ન મળતા મજબૂરીમાં આ દર્દીઓને હોસ્પિટલમાં નીચે સુવડાવી અને સારવાર કરવાની ફરજ પડી રહી છે. 850થી વધુ ડેન્ગ્યૂના કેસો બહાર આવતા પ્રદેશનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.