Deportation: ટ્રમ્પે તગેડી મુક્યા, અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓની કરાઇ હકાલપટ્ટી, જુઓ લિસ્ટમાં નામ...
Deportation: 209 ભારતીયોમાં 33 તો ગુજરાતના છે જેઓ અમેરિકાથી પાછા આવી રહ્યા છે. આજે બપોરે આ લોકો અમૃતસર આવી પહોંચશે

Deportation: ભારત માટે અમેરિકામાંથી એક મોટા અને ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસીને વસવાટ કરી રહેલા વિશ્વભરના હજારો લોકો પર ટ્રમ્પ સરકારે મોટી એક્શન લીધી છે. આ તમામને તેમના વતનમાં ડિપોર્ટ કરવામાં આવી રહ્યાં છે. આમાં 209 ભારતીય ઘુસણખોરોનું નામ પણ સામેલ છે. આજે બપોરે આ ડિપોર્ટેશન ફ્લાઇટ ભારત આવશે જેમાં 33 ગુજરાતીઓનો પણ આ વિમાનમાં સામેલ છે. આ વિમાનમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓમાં ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતના ગુજરાતીઓ સામેલ છે.
33 ગુજરાતી સહિત 209 ભારતીયો આજે વતન પરત ફરશે
209 ભારતીયોમાં 33 તો ગુજરાતના છે જેઓ અમેરિકાથી પાછા આવી રહ્યા છે. આજે બપોરે આ લોકો અમૃતસર આવી પહોંચશે. અમેરિકાથી પાછા મોકલાયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના છે જેમાં મહેસાણા અને ગાંધીનગરમાંથી 12-12 લોકો પરત આવશે. જ્યારે સુરતના 4 અને અમદાવાદના 2 લોકો સામેલ હોવાનું ખુલ્યું છે. જ્યારે વડોદરા, ખેડા અને પાટણની 1-1 વ્યક્તિ આ વિમાનમાં સામેલ છે.
મળતી માહિતી પ્રમાણે, અમેરિકાની સરકારે 33 ગુજરાતીઓને તગેડી મુક્યા છે. ટ્રમ્પ સરકારે તગડેલા ગુજરાતીઓમાં ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતના છે. મહેસાણા જિલ્લાના 12 અને ગાંધીનગર જિલ્લાના 10 લોકોની હકાલપટ્ટી કરવામાં આવી છે. આમાં સુરત જિલ્લાના 4 અને અમદાવાદ જિલ્લાના 2 લોકોની પણ હકાલપટ્ટી કરાઇ છે. પાટણ, ખેડા, વડોદરા, આણંદના 1-1 વ્યક્તિને તગેડી મુકાયા છે. સુરતના ડિંડોલીના શુભ વાટિકાના એની આપેલ ડિપોર્ટ કરાયેલા છે. આ ઉપરાંત સુરતના ડિંડોલીના શુભ વાટિકાના કેતુલ પટેલ, સુરતના ડિંડોલીના શુભ વાટિકાના મંત્ર પટેલ, સુરતના ડિંડોલીના શુભ વાટિકાના કિરણ પટેલ, ગાંધીનગરના ખોરજના કેતુલ દરજી, ગાંધીનગરના મોટી આદરજના પ્રેક્ષા પ્રજાપતિ, ગાંધીનગરના માણસાના બાપુપુરાના બળદેવ ચૌધરી, માણસાના ઈન્દ્રપુરાના રુચિ ચૌધરી, મહેસાણાના ખાણુસાના હિરલબેન અને જયેન્દ્રસિંહ, મહેસાણાના લાંગણજના પિન્ટુ પ્રજાપતિ, મહેસાણાના લાંગણજના એશા પટેલ, મહેસાણાના ખેરવાના શિવાની ગૌસ્વામી, મહેસાણાના વસઈ ડાભલાના નિકિતા પટેલ, કડીના રાજનગર સોસાયટીના બીના અને જયેશ રામી, મહેસાણાના હાર્દિક ગોસ્વામી અને મહેસાણાના હીમાની ગોસ્વામીની અમેરિકન સરકારે હકાલપટ્ટી કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતાં ભારતીયોના એક જૂથને ડિપોર્ટ કરવામાં આવ્યું છે. જેમાં 205 ભારતીયો સામેલ છે. 205 ભારતીયોને લઈને અમેરિકન આર્મીનું વિમાન C-147એ આજે સવારે સેન એન્ટોનિયોથી ઉડ્યું છે, જે પંજાબના અમૃતસરમાં લેન્ડ કરશે. ખાસ વાત એ છે કે, ડિપોર્ટ કરવામાં આવેલા 205 ભારતીયો પૈકી 33 ગુજરાતી પણ છે. જેમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના 12-12 લોકો છે. આ સિવાય સુરતના 4, અમદાવાદના 2 ઉપરાંત ખેડા, વડોદરા અને પાટણ જિલ્લાના 1-1 લોકોનો સમાવેશ થાય છે. આ વિમાન ફ્યૂઅલિંગ માટે જર્મનીમાં થોડા સમય માટે રોકાશે, જે બાદ અમૃતસર જવા માટે રવાના થશે અને જે બાદ આજે મોડી રાત સુધીમાં અમૃતસર એરપોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતાં ઈમિગ્રન્ટની સંખ્યા ખૂબ જ મોટી છે. જેમાં 7.25 લાખ તો ભારતીય ઈમિગ્રન્ટ્સ છે, જે પૈકી સૌથી વધુ ગુજરાતી છે. જ્યારે લેટિન અમેરિકી દેશ મેક્સિકો અને અલ સાલ્વાડોરના સૌથી વધુ લોકો અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરે છે. ભારત અગાઉ ગ્વાટેમાલા, પેરૂ, હોંડારૂસ, મેક્સિકો અને અલ સાલ્વાડોરના ગેરકાયદે વસાહતીઓને તેમના દેશમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. અમેરિકન ડિફેન્સ મિનિસ્ટ્રીએ ટેક્સાસ અને કેલિફોર્નિયામાં 5 હજારથી વધુ ગેરકાયદે વસાહતીઓને રાખવામાં આવ્યા છે. જેમને વારાફરતી તેમના દેશ ધકેલવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
