Big Breaking: ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, છોટુ વસાવાના પુત્રએ BTP અને BTTSના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધુ
Gujarat Election: ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ રાજીનામું આપી દીધું છે. દિલીપ વસાવાએ BTP અને BTTS ના તમામ હોદ્દાઓ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધુ છે.
Gujarat Assembly Election 2022: ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ રાજીનામું આપી દીધું છે. દિલીપ વસાવાએ BTP અને BTTS ના તમામ હોદ્દાઓ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધુ છે. દિલીપ વસાવાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ પણ મુકી છે. BTP અને BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા છોટુ વસાવાની અવગણના કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ST,SC,OBC,માઈનોરિટી સમાજના અધિકારીની લડાઈને નુકશાન થઈ રહ્યું હોવાની વાત દિલીપ વસાવાએ કરી છે. તમને જણાવી દઈએ કે, હાલ દિલીપ વસાવા BTP અને BTTS માં ગુજરાતના મહા સચિવ હતા. મહેશ વસાવાએ પિતા છોટુ વસાવાની બ્રાન્ડ બેઠક પરથી પોતે સત્તાની રુએ ઉમેદવારી કરતા પારિવારિક વિખવાદ બહાર આવ્યો છે. છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા તથા ભાણીયા રાજુ વસાવાએ BTP માંથી રાજીનામુ આપી છોટુભાઈને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે.
દિલીપ વસાવા સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટ અક્ષરસ:
BTP તથા BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા જે પ્રમાણે માનનીય શ્રી Chhotubhai A Vasava ની જે અવગણના થઈ છે જેના કારણે ST, SC,OBC, માઈનોરિટી સમાજ ના અધિકાર ની લડાઈ ને ભારે નુકશાન થય રહ્યું છે એ જોતાં હું દિલીપભાઈ છોટુભાઇ વસાવા BTP અને BTTS ના તમામ હોદ્દાઓ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું.
જાણો વિવાદ થતા કઈ બેઠક પર ઉમેદવાર બદલવાની કોંગ્રેસને ફરજ પડી
નવસારી જિલ્લાની ગણદેવી વિધાનસભા બેઠક કોંગ્રેસ માટે અપશુકનિયાળ સાબિત થઈ રહી છે. ઉમેદવાર જાહેર કર્યા પછી વિરોધના પગલે ઉમેદવાર બદલવાની જરૂર પડી અને હવે આદિજાતિ મોરચાના જિલ્લાના પ્રમુખે રાજીનામું આપી દેતા ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં મુઝવણમાં મુકાઈ છે. વિધાનસભા માટે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ગણદેવી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા અને એસટીએસસી સેલના પ્રમુખ એવા અશ્વિન નાયકાએ પોતાના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. ગણદેવી વિધાનસભા વિસ્તારમાંથી 1996થી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા એવા અશ્વિન નાયકાએ પાર્ટીએ એમને આપેલા તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
અશ્વિન નાયકાએ ગણદેવી વિધાનસભામાંથી 2017માં પણ ટિકિટની માંગણી કરી હતી પરંતુ એમને કોઈ કારણોસર પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવી નહીં હતી. ફરી એકવાર 2022ની ચૂંટણીમાં અશ્વિન નાયકાએ ટિકિટની માંગણી કરી હતી પરંતુ કોંગ્રેસ દ્વારા અન્ય એક ઉમેદવારને ટિકિટ આપી દેતા અશ્વિન નાયકા નારાજ દેખાઈ રહ્યા છે. હાલ તો એમણે પારિવારિક જવાબદારીનો હવાલો આપી અને રાજીનામું આપી દીધું છે પરંતુ એમના મુખે ચોક્કસ પાર્ટી અંગે નારાજગી દેખાઈ રહી છે. જો કે અશ્વિન નાયકાએ અન્ય કોઈ બીજી પાર્ટીમાં જોડાવાની હાલતો તૈયારી દર્શાવવી નથી પરંતુ કોંગ્રેસમાંથી ચોક્કસ એમણે સંન્યાસ લઈ લીધો છે.