Botad News: બોટાદમાં વરસાદ બન્યો આફતરૂપ, કાદવ ખૂંચી જતાં 250 પશુના કરૂણ મોત
બોટાદના રાણપુરમાં વરસાદ આફતરૂપ બન્યો છે. અહીં પાંજરાપોળમાં 250 પશુઓના મોત થયા છે. કાદવમાં ખૂંચી જતાં પશુના મોત થતાં જીવદયા પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો
બોટાદના રાણપુરમાં વરસાદ આફતરૂપ બન્યો છે. અહીં પાંજરાપોળમાં 250 પશુઓના મોત થયા છે. કાદવમાં ખૂંચી જતાં પશુના મોત થતાં જીવદયા પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો છે.
બોટાદના રાણપુરમાં છેલ્લા 40 દિવસમાં 250 પશુના મોત થઇ જતાં જીવદયા પ્રેમીઓએ પાંજળાપોરની વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતા રોષ ઠાલવ્યો હતો. બોટાદમાં સતત ભારે વરસાદના કારણે કાદવમાં ખૂંચી જતાં આ પશુના મોત થયાં છે. 40 દિવસમાં 250 પશુઓના મોત થયા છે. જુનમાં 87, તો જુલાઈના 10 દિવસમાં જ 158 પશુઓના મોત થયા છે.
Rain: છોટાઉદેપુરમા ભારે વરસાદ, અનેક સોસાયટીમાં પાણી ભરાયા
ભારે વરસાદની આગાહી વચ્ચે છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી. છોટા ઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તેજગઢ, દેવહાંટ પંથકમાં વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે નિઝામી સોસાયટીમાં પાણી ભરાયા હતા. સોસાયટીના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છોટાઉદેપુરમાં સતત ત્રીજા દિવસે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. આજે વહેલી સવારે છોટાઉદેપુર તાલુકામાં ધોધમાર વરસ્યો હતો. ભારે વરસાદના કારણે નગરની નીઝામી સોસાયટીમાં પાણી ભરાયાં હતાં. સોસાયટીના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે અને પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં બોડેલીમાં સૌથી વધુ 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો જ્યારે કવાંટમાં અઢી ઇંચ, નસવાડીમાં એક ઈંચ, છોટાઉદેપુરમાં પોણા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં નોંધાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભાવનગરના શિહોરમાં સવા પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના બોડેલીમાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણા, કામરેજમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના ક્વાંટમાં અઢી ઈંચ વરસાદ
બારડોલી, વ્યારામાં નોંધાયો અઢી અઢી ઈંચ વરસાદ
ઉચ્છલ, સોનગઢ, માંડવીમાં સવા બે ઈંચ વરસાદ
ઓલપાડ, જાંબુઘોડામાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
ખાનપુર, ઉમરગામ, ચોર્યાસીમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
નસવાડી, સુરત શહેરમાં વરસ્યો સવા ઈંચ વરસાદ
જલાલપોર, કુકરમુંડા, નવસારીમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ
વલસાડ, ભરૂચ, સુબીરમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ
વાપી, તળાજા, મહુવા, પારડીમાં પોણો પોણો ઈંચ વરસાદ
સુત્રાપાડા, છોટા ઉદેપુર, નેત્રંગ, આહવામાં અડધો અડધો ઈંચ વરસાદ