શોધખોળ કરો

Dwarka: દ્વારકામાં રચાશે ઈતિહાસ, 51 હજાર આહીરાણીનો યોજાશે મહારાસ

Maharas: મહારાસની સાથે મહિલા સશક્તિકરણના પણ કાર્યક્રમ યોજાશે. આહીરાણી મહારાસ માટે બહેનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Shree Krishna Maharas:  ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકા નગરીમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. 51 હજાર આહીરાણીઓનો મહારાસ યોજાશે. 5 હજાર પૂર્વે 16 હજાર ગોપીઓ સાથે કૃષ્ણ રાસ યોજાતો હતો. મહારાસ માટે 37 હજારથી વધુ આહીર સમુદાય ની બહેનોનું રજિસ્ટ્રેશન સંપન્ન થઈ ગયું છે. હાલ દરેક જિલ્લા કક્ષાએ રજિસ્ટ્રેશન ચાલુ છે. આ અંગે કૃષ્ણની મોક્ષ ભૂમિ ભાલકા તીર્થ ખાતે બેઠક યોજાઈ હતી.

મહારાસની સાથે મહિલા સશક્તિકરણના પણ કાર્યક્રમ યોજાશે

આહીરાણી મહારાસ અંગે આહીર સમાજની બહેનોની મળેલી બેઠકમાં જુદા જુદા જિલ્લામાંથી આહીર સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી. મહારાસની સાથે મહિલા સશક્તિકરણના પણ કાર્યક્રમ યોજાશે. આહીરાણી મહારાસ માટે બહેનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક સાથે 51 હજાર આહીરાણીઓ મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે. પારંપરિક પોશાક સાથે આહીરાણીઓના મહારાસનો વિશ્વ વિક્રમ સર્જાશે.

દ્વારકા જગતમંદિરમાં ચડશે છ ધ્વજા

દ્વારકામાં જગતમંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાનું ખાસ મહત્ત્વ છે. 2024 સુધી ધ્વજારોહણ કરવા માટે લાંબું વેઇટિંગ લિસ્ટ પણ છે. દ્વારકા જગતમંદિર ઇતિહાસમાં પ્રથમ વખત બિપરજોય વાવાઝોડા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં લઈ ધ્વજારોહણ કરવામાં આવ્યું નહોતું. તેથીએ સમયે જે પણ ભક્તોની ધ્વજાનું આરોહણ થયું નહોતું તેવા ભક્તોનું આજથી ધ્વજારોહણ થાય એવું જગતમંદિર ધ્વજારોહણ સમિતિ દ્વારા સુંદર નિર્ણય કરવામાં આવ્યો છે.

Dwarka: દ્વારકામાં રચાશે ઈતિહાસ, 51 હજાર આહીરાણીનો યોજાશે મહારાસ

દરરોજ પાંચ ધજા દ્વારકા જગતમંદિરે ચડાવવામાં આવે છે, પરંતુ બિપરજોય વાવાઝોડા દરમિયાન જે પણ ભક્તોની ધ્વજાનું આરોહણ થયું નહોતું તે ભક્તોનું જથી 15 દિવસ દરમિયાન ધ્વજાનું આરોહણ કરવામાં આવશે. એટલે કે આજથી દરરોજને માટે 5ને બદલે 6 ધ્વજાનું આરોહણ કરવામાં આવશે. ભક્તોની નમ્ર માગણી છે કે આ નિર્ણયને પગલે ફક્ત પંદર દિવસ માટે જ નહીં પરંતુ કાયમી ધોરણે 6 ધ્વજા ચડાવવામાં આવે તો વધુ ભક્તોને ધ્વજારોહણનો લાભ મળી શકે.

 દ્વારકા વિસ્તારમાં જ્યારે કોઈ મુશ્કેલી કે સમસ્યા ઉદભવી છે ત્યારે દ્વારકાવાસીઓએ કાળિયા ઠાકોર પર ખૂબ જ શ્રદ્ધા રાખી છે, આવેલી મુસીબત કે સમસ્યા દૂર કરવા માટે જગતમંદિરના શિખર પર બે ધજા એકસાથે ચડાવવામાં આવી છે. રહેવાસીઓનું માનવું છે કે જગતમંદિરના શિખર પર બે ધજા એકસાથે ચડાવતાં ભગવાન દ્વારકાધીશ અહીંના લોકો પર આવેલી મુસીબતને દૂર કરે છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Embed widget