શોધખોળ કરો

Dwarka : 36 વર્ષનો યુવક પ્રેમિકા સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને પ્રેમિકાનો યુવાન પુત્ર જોઈ ગયો, જાણો પછી શું થયું ?

યુવકની મહિલા સાથે આડા સંબંધમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. દેવળીયા ગામના ડફેરની ધારના વાડી વિસ્તારમાંથી યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી.

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર તાલુકાના દેવળીયામાં 36 વર્ષીય યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.  યુવકની મહિલા સાથે આડા સંબંધમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. દેવળીયા ગામના ડફેરની ધારના વાડી વિસ્તારમાંથી યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને આરોપીઓ ફરાર થાય તે પહેલા જ તેમને દબોચી લીધા હતા. 

મૃતક યુવક છગનભાઈ વરુને ગામમાં જ રહેતી મહિલા સાથે લગભગ એક વર્ષથી આડાસંબંધ હતા. એક દિવસ બંનેને એકાંત માણતા મહિલાનો પુત્ર જોઇ ગયો હતો. આ પછી મહિલના પુત્ર અને તેના અન્ય એક સાથીએ સાથે મળીને માતાના પ્રેમીની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આમ, આડા સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો.

સમગ્ર દેવળીયા અને આસપાસના વિસ્તારમાં જાણીતા છગન વરુની હત્યાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આરોપીઓએ ધારીયાના ઘા મારીને છગનની હત્યા કરી નાંખી હતી. હત્યા પછી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી બંનેને પકડી પાડ્યા હતા. તેમમજ બંનેના કોવિડ ટેસ્ટ કરાવી હદ્યાનો ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવાની તજવીજ હાથ ધરી છે. 

Navsari : યુવતી ખેતરમાં પ્રેમી સાથે માણી રહી હતી એકાંત ને આવી પહોંચ્યો મંગેતર, પછી...

વાંસદાના કણધા ગામે થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે. કણઘાની યુવતીને સગાઈ બાદ પણ ફળિયાના કૌટુંબિક ભાઇ સાથે પ્રેમ સંબંધ હતો. યુવતી સગાઈ બાદ મંગેતરથી દૂર રહેતી હતી. મંગેતરને શંકા જતાં તપાસ કરાવી હતી, જેમાં ભાવિ પત્નીનું લફરું સામે આવતાં ઉશ્કેરાઇ ગયો હતો અને પ્રેમીની હત્યા કરીને ભાગી ગયો હતો. જોકે, પોલીસે ટેકનિલ સર્વેલન્સને આધારે આરોપીને 48 કલાકમાં ઝડપી પાડ્યો છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, વાંસદાના કણધા ગામના સાવરપાડા ફળિયામાં રહેતા 22 વર્ષીય યુવકને તેની પારિવારક બહેન સાથે જ પ્રેમસંબંધ હતા. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ હતા. દરમિયાન  યુવતીની સગાઈ ધરમપુરના યુવાન સાથે થઈ હતી. જોકે, સગાઈ પછી પણ યુવતી પોતાના સાસરે કોઈપણ પ્રસંગે જતી ન હતી. એટલું જ નહીં મંગેતરના ફોન પણ ઉપાડતી નહોતી. 

યુવકને મંગેતરનું વર્તન અજુગતું લાગતા તેણે ગામમાં તપાસ કરાવી હતી. તપાસમાં ભાવી પત્નીને પારિવારિક ભાઈ સાથે જ પ્રેમસંબંધ હોવાનો ખુલાસો થયો હતો. આ જાણકારી મળતાં જ યુવક ભાવી પત્નીના ગામમાં પહોંચી ગયો હતો. જોકે, બંનેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. 

ખેતરમાં તપાસ કરતાં મંગેતર ભાવી પત્નીને પ્રેમી સાથે રંગરેલિયા માણતા જોઈ ગયો હતો. આ સમયે બંને યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી મારામારી થતાં મંગેતરે ભાવી પત્નીના પ્રેમીને બોથડ પદાર્થથી માર મારી હત્યા કરી નાખી હતી. આ હત્યા પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને હત્યા પોતે કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget