શોધખોળ કરો
દ્વારકાના આ ગામમાં ચેકિંગ કરવા ગયેલી PGVCLની ટીમ કેમ ચેકિંગ કર્યા વગર જ ભાગી? જાણીને ચોંકી જશો, વીડિયો થયો વાયરલ
બિલેશ્વરમાં Pgvcl ચેકીંગ ટુકડી તપાસ માટે આવી હતી. જોકે, તેમને કોરોના ટેસ્ટ વગર ગામમાં એન્ટ્રી આપવામાં આવી નહોતી. તેમજ Phcમાં ટેસ્ટ કરાવવા માટે જણાવાયું હતું અને ટેસ્ટ કરાવ્યા પછી ગામમાં આવવા કહ્યું હતું. જોકે, ટેસ્ટ કરાવવાનું કહેતા ચેકીંગ કર્મીઓ ત્યાંથી ભાગી ગયા હતા.

દ્વારકાઃ ભાણવડ નજીકના બિલેશ્વર ગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. બિલેશ્વરમાં Pgvcl ચેકીંગ ટુકડી તપાસ માટે આવી હતી. જોકે, તેમને કોરોના ટેસ્ટ વગર ગામમાં એન્ટ્રી આપવામાં આવી નહોતી. તેમજ Phcમાં ટેસ્ટ કરાવવા માટે જણાવાયું હતું અને ટેસ્ટ કરાવ્યા પછી ગામમાં આવવા કહ્યું હતું. જોકે, ટેસ્ટ કરાવવાનું કહેતા ચેકીંગ કર્મીઓ ત્યાંથી ભાગી ગયા હતા.
વીડિયો વાયરલ થતા સરપંચની કામગીરી વખણાઈ રહી છે. સરપંચ લાખાભાઈ ઓડેદરાની કોરોના સંદર્ભે કાયદો સરખો હોવાની વાત વાયરલ વીડિયોમાં છે. અધિકારીઓ પણ વાત માની ચેકીંગ છોડી જતા રહ્યા હતા.
વીડિયો વાયરલ થતા સરપંચની કામગીરી વખણાઈ રહી છે. સરપંચ લાખાભાઈ ઓડેદરાની કોરોના સંદર્ભે કાયદો સરખો હોવાની વાત વાયરલ વીડિયોમાં છે. અધિકારીઓ પણ વાત માની ચેકીંગ છોડી જતા રહ્યા હતા.
વધુ વાંચો