શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘાની તોફાની બેટિંગ, છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 15 તો પોરબંદરમાં 10 ઈંચ વરસાદ

Gujarat Rain:   રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૧૫ ઇંચ જેટલો વરસાદ તેમજ પોરબંદર તાલુકામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Gujarat Rain:   રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૧૫ ઇંચ જેટલો વરસાદ તેમજ પોરબંદર તાલુકામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ જૂનાગઢના કેશોદ તાલુકામાં ૮ ઈંચથી વધુ તેમજ વંથલી તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અને વલસાડના ઉમરગામ તાલુકામાં ૬ ઈંચથી વધુ, જ્યારે દ્વારકાના ખંભાળિયા, પોરબંદરના રાણાવાવ તેમજ વલસાડ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે. 


Gujarat Rain: ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘાની તોફાની બેટિંગ, છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 15 તો પોરબંદરમાં 10 ઈંચ વરસાદ

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૦ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૭ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ ૫૪ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ ૫૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૩ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ ૨૩ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત વલસાડના પારડી અને વાપી તાલુકામાં, જૂનાગઢના મેંદરડા, માળિયા હાટીના, જૂનાગઢ શહેર અને જૂનાગઢ તાલુકામાં, જામનગરના કાલાવાડ તાલુકામાં તેમજ રાજકોટના ઉપલેટા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે, માણાવદર, ભેંસાણ, જામકંડોરણા, ભાણવડ, અંજાર, જલાલપોર, જોડીયા અને નવસારી તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે ૧૯ જેટલા તાલુકામાં એક ઈંચથી વધુ અને ૭૮ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં નોંધાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 15 ઈંચ વરસાદ નોંધાયો તો  પોરબંદરમાં સવા 10 ઈંચ, જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ,  જૂનાગઢના વંથલીમાં સવા સાત ઈંચ,  દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ,  વલસાડના ઉમરગામમાં સાડા છ ઈંચ,  દ્વારકાના ખંભાળીયામાં પાંચ ઈંચ, પોરબંદરના રાણાવાવમાં સાડા ચાર ઈંચ,  વલસાડમાં સવા ચાર ઈંચ,વલસાડના પારડીમાં પોણા ચાર ઈંચ,  જૂનાગઢના મેંદરડામાં પોણા ચાર ઈંચ, વરસાદ વરસ્યો.

જૂનાગઢમાં પણ છેલ્લા 2 દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર,તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો તો જામનગરના કાલાવડમાં સાડા ત્રણ ઈંચ, વરસાદ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં સાડા ત્રણ ઈંચ, માળીયાહાટીનામાં સવા ત્રણ ઈંચ, રાજકોટના ઉપલેટામાં ત્રણ ઈંચ,  માણાવદર,ભેંસાણમાં અઢી અઢી ઈંચ વરસાદ, રાજકોટના જામકંડોરણામાં સવા બે ઈંચ, દ્વારકાના ભાણવડમાં સવા બે ઈંચ,  કચ્છના અંજારમાં સવા બે ઈંચ,  નવસારીના જલાલપોરમાં બે ઈંચ, જામનગરના જોડીયામાં બે ઈંચ,   નવસારી તાલુકામાં બે ઈંચ,  નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં બે ઈંચ વરસાદ  નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં પોણા બે ઈંચ,  ગીર સોમનાથના તાલાલામાં પોણા બે ઈંચ,લાલપુર, ધરમપુરમાં દોઢ દોઢ ઈંચ, ચીખલી, જામનગર, મુન્દ્રામાં સવા સવા ઈંચ,ગણદેવી, સુત્રાપાડા, કોડીનાર, પલસાણામાં સવા -સવા ઈંચ વરસાદન નોંધાયો છે. ભૂજ,માંડવી, કુતિયાણામાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
Embed widget