શોધખોળ કરો
ગુજરાતમાં PUC કઢાવવું થયું મોંઘું, હવે જાણો કેટલો લાગશે ચાર્જ?
ગુજરાતના વાહનચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના વાહન વિભાગે પીયુસાના દરને લઈ મહત્વની નિર્ણય કર્યો છે.

ગુજરાતના વાહનચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના વાહન વિભાગે પીયુસાના દરને લઈ મહત્વની નિર્ણય કર્યો છે. ગુજરાતમાં વાહનોના પીયુસીના દરમાં વધારો કરાયો છે. ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલરની પીયુસી દરમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે.
ગુજરાતના વાહન વિભાગ દ્વારા પીયુસીના દરમાં વધારો કરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલરના પીયુસી દરમાં 10 રૂપિયાનો વધારો કર્યો હતો.
હવેથી ટુ વ્હીલર વાહનના 30 રૂપિયા, થ્રી વ્હીલર વાહનના 60 રૂપિયા અને ફોર વ્હીર લાઈટ વ્હીકલના 80 રૂપિયા જ્યારે ફોર વ્હીકલ હેવી વાહનોના 100 રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે.
વધુ વાંચો
Advertisement





















